સાવધાન : દિલ્હી બાદ અમદાવાદની હવા બગડી

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat :

વાયુ પ્રદુષણ મામલે ભારતની ચિંતાજનક સ્થિતિ છે. હવા પ્રદુષણ મામલે ભારત 8માં ક્રમે પહોંચી ગયું છે. દિલ્હીમાં ભયજનક સપાટીએ પહોચેલા AIQ બાદ ભારતના અન્ય શહેરોમાં પણ એર ક્વોટી ઈન્ડેક્સનો આંકડો વધ્યો છે. ભારતના અન્ય શહેરો બાદ અમદાવાદની હવામાં પણ ચિંતાજનક રીતે પ્રદુષણમાં વધારો થયો છે.

આ પણ વાંચો : RCTC 7 જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહ્યું છે, પેકેજ એટલું સસ્તું છે

PIC – Social Media

ભારતના દિલ્હી, મુંબઈ અને કોલકાત્તાનો વિશ્વમાં 10 સૌથી પ્રદુષિત શહેરોમાં સમાવશે થયો છે. જે ભારત માટે ચિંતાજનક સ્થિતિ કહી શકાય છે. પ્રદુષણને અંકુશમાં લેવાના અનેક પ્રયાસો બાદ પણ તેમાં કોઈ સુધારો લાવી શકાયો નથી. વિશ્વમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તામાં ધરાવતા દેશોમાં ભારત ટોપ 10માં સામેલ છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

જો અમદાવાદમાં વાયુ પ્રદુષણની વાત કરીએ. તો શહેર AQI 186 પર પહોંચ્યો છે. નવરંગપુરાનો AQI 217 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં સૌથી ખરાબ સ્થિતિ રખિયાલની છે. જેનો AQI 265 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો : જાણો, 06 નવેમ્બરનો ઈતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

વિશ્વના સૌથી પ્રદુષિત શહેરોમાં દિલ્હી ટોપ પર છે. જ્યારે દુનિયાના સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતા ટોપ 10 શહેરોમાં ભારતના 3 શહેરો દિલ્હી, મુંબઈ અને કોલકાત્તાનો સમાવેશ થાય છે. રાજધાની દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ખતરનાક કેટેગરીમાં 640થી 700ની આસપાસ હતો.