Rajkot: રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષ કચેરી, રાજકોટ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ''આયુર્વેદ ફોર વન હેલ્થ'' અને ''આયુર્વેદ ફોર એવરીવન ઓન એવરી ડે'' અભિયાન અંતર્ગત યોજાયેલ આ આયુષ મેળાનું ઉદઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કર્યું હતું.

National Ayurveda Day: રાજકોટમાં યોજાયો ”આયુષ મેળો”

ખબરી ગુજરાત ગુજરાત
Rajkot: રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષ કચેરી, રાજકોટ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા  ''આયુર્વેદ ફોર વન હેલ્થ'' અને ''આયુર્વેદ ફોર એવરીવન ઓન એવરી ડે'' અભિયાન અંતર્ગત યોજાયેલ આ આયુષ મેળાનું ઉદઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કર્યું હતું.

Dinesh Rathod, Gujarat, Khabri Media
Rajkot: રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષ કચેરી, રાજકોટ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ”આયુર્વેદ ફોર વન હેલ્થ” અને ”આયુર્વેદ ફોર એવરીવન ઓન એવરી ડે” અભિયાન અંતર્ગત આજરોજ યોજાયેલ આ આયુષ મેળાનું ઉદઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કર્યું હતું. મહાનુભાવોના હસ્તે જિલ્લાના ખાંભા, ચરખડી, જૂની સાંકળી, ખજૂરી ગુંદાળા અને ખેરડી ખાતે પાંચ નવા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું E-લોકાર્પણ કર્યું હતું તેમજ “આયુષ પ્રદર્શન” ખુલ્લુ મુકાયું હતું.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, હાલમાં બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, હૃદયરોગોનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે. સ્વસ્થ રહેવા માટે આપણે જીવનશૈલીમાં પરિવર્તન લાવી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત બનવું પડશે. આ માટે સરકાર સ્વાસ્થ્ય જાગૃતિ અને આયુર્વેદ જેવી વૈકલ્પિક પદ્ધતિઓના પ્રચાર માટે અનેક પ્રયત્નો કરી રહી છે તેનો સર્વે લાભ લે તેવી અપીલ તેમણે કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાએ આયુર્વેદના મહાત્મ્ય વિશે જણાવતાં કહ્યું હતું કે, એલોપથી એ ચિકિત્સાનો દ્વિતીય વિકલ્પ છે. “પહેલું સુખ તે જાતે નર્યા” એ બાબત ધ્યાનમાં લઇ જીવનપદ્ધતિ અને ખાનપાનની ગુણવત્તા વિશે ધ્યાન આપી આયુર્વેદને અનુસરવું જોઈએ.

પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી વધુમાં વધુ લોકો આયુર્વેદનો લાભ લે અને આયુર્વેદ, યોગને જીવનશૈલીમાં અપનાવે તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે આયુર્વેદનો વધુમાં વધુ વ્યાપ વધે તે માટે સૌઍ પ્રયત્નો કરવા જોઈએ.

ધારાસભ્ય દર્શિતાબેન શાહે આયુષ મેળાની મુલાકાત લઇ વિવિધ નિદર્શનો અને પ્રદર્શન નિહાળ્યા હતા.

“આયુષ” રાજકોટના વિભાગીય નાયબ નિયામક જયેશભાઈ પરમારે “આયુષ મેળા” અંતર્ગત વિવિધ આયોજનોની રૂપરેખા આપી હતી. વૈદ્ય સુનીલ હાપલિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોળકિયા સ્કૂલના બાળકોએ મિલેટ્સ અંગેની સ્કીટ રજૂ કરી જાડા ધાન્યો રોજિંદા જીવનમાં અપનાવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ પણ વાંચો: ગરીબોને મળશે પાંચ વર્ષ સુધી મફત રાશન, વડાપ્રધાને કરી જાહેરાત

આ “આયુષ મેળા”માં નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચામડીના, મહિલાઓના, સાંધાના, આંખ, કાન, નાક, જીવનશૈલીજન્ય ડાયાબીટીસ, થાઈરોઈડ, સ્થુળતા, બ્લડ પ્રેશર સહિતના રોગોની સારવાર, જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, મિલેટ્સ વાનગી પ્રદર્શન પણ યોજાયું હતું.

આ તકે મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમર તેમજ અન્ય પદાધિકારીઓ, સ્કૂલ ટ્રસ્ટી, જિલ્લા આયુર્વેદ અધિકારી ભાનુભાઇ મહેતા, આયુષ રાજકોના વરિષ્ઠ આયુષ ચિકિત્સકો, આયુર્વેદ અને હોમીયોપેથીના વિદ્યાર્થીઓ, અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.