વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષ સુધી ગરીબો માટે મફત રાશન યોજના ચાલુ રહેશે. 80 કરોડ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ મળતું રહેશે.

ગરીબોને મળશે પાંચ વર્ષ સુધી મફત રાશન, વડાપ્રધાને કરી જાહેરાત

ખબરી ગુજરાત રાજકારણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષ સુધી ગરીબો માટે મફત રાશન યોજના  ચાલુ રહેશે. 80 કરોડ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ મળતું રહેશે.

Dinesh Rathod, Gujarat, Khabri Media
New Delhi:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષ સુધી ગરીબો માટે મફત રાશન યોજના ચાલુ રહેશે. 80 કરોડ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ મળતું રહેશે. પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ભાજપને રાજકીય રીતે ફાયદો થવાની આશા છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

સરકારે આ યોજના કોરોનાકાળ દરમિયાન શરૂ કરી હતી

આ યોજના સરકાર દ્વારા કોરોનાકાળ (Covid 19) દરમિયાન શરૂ કરવામાં આવી હતી. લોકડાઉનના કારણે હજારો કારખાનાઓ બંધ થઈ ગયા હતા, ત્યારબાદ સરકાર દ્વારા લોકોને રાહત આપવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારે લોકો ભૂખે મરવાની અણી પર હતા.

આ પણ વાંચો: મહિલા અધિકારીની તેના ઘરમાં ઘૂસીને હત્યા, પોલીસે આદરી શોધખોળ

2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ છે

સરકારી આંકડાઓ અનુસાર આ યોજના પાછળ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તમામ ખર્ચ કેન્દ્ર સરકાર આપે છે રાજ્ય સરકારનું કામ માત્ર વિતરણનું છે. તેને વિશ્વનો સૌથી મોટો ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ ગણવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, તેનું નામ સરકારે રાખ્યું છે.