રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી યુનિવર્સીટી ભાવનગર પ્રાયોજીત બહેનો માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ તા. 28/11/2023 થી તા. 07/12/2023 દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો.

મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી યુનિવર્સીટીની 61 બહેનોએ સાહસિક ખડક ચઢાણની શિબિર કરી પૂર્ણ

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh: રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી યુનિવર્સીટી ભાવનગર પ્રાયોજીત બહેનો માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ તા. 28/11/2023 થી તા. 07/12/2023 દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી યુનિવર્સીટીની 59 બહેનો તથા બે જીલ્લાની 02 બહેનો સહીત કુલ 61 જેટલી બહેનોએ તાલીમ લીધી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શિબિરના છેલ્લા દિવસના પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ દીપક જાની ચીફ ફાયર ઓફિસર જૂનાગઢ મહાનગરપાલિકા, કે.પી. રાજપુત પૂર્વ આચાર્ય સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા મા.આબુ, હારૂન વિહળ આચાર્ય વાલી-એ- સોરઠ હાઇસ્કુલ, ઈન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી માનદ ઇન્સ્ટ્રક્ટર અમી પટેલ એ આપી હતી. કાર્યક્રમનું સંચાલન બારૈયા ભૂમિકા અને મેર ઉર્મિલાએ કર્યું. શિબિરાર્થીઓ બારૈયા નેહલ, જાદવ દિવ્યા અને ઝીનઝાળા સાવિત્રી દ્વારા કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા.

આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર મીલાપ સોનીએ કરી હતી. આ શિબિરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના કુલપતિ ડૉ. એમ એમ ત્રિવેદી તથા શારીરિક શિક્ષણ નિયામક દિલીપ સિંહ ના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.

આ પણ વાંચો: રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા 15 ડિસેમ્બર સુધી કરી શકાશે ઓનલાઇન રજિસ્ટ્રેશ

આ ખડક ચઢાણ શિબિર દરમિયાન બોરદેવીના લીલી પરિક્રમાના રૂટ ઉપર તાલીમાર્થી બહેનો દ્વારા સાફ -સફાઈ કરેલ હતી. આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં મીલાપ સોની વડોદરા, યશ નારિયા સુરત, અમી પટેલ અમદાવાદ, પ્રિયા સોલંકી રાજકોટ, પ્રિયા મ્યાત્રા માણાવદર, ગોપી પટેલ આણંદ, રીન્કલ વઘાસીયા ભાવનગર માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.