બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા- ૨ યોજાશે

ખબરી ગુજરાત ગુજરાત

મનિષ કંસારા
ભરૂચ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓનાં લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી આમ નાગરિકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય એવા તેવા હેતુથી ભરૂચ જિલ્લામાં આજથી બીજા તબક્કાની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાશે્.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો


ભારત સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓ તેમજ આદિજાતિ વિસ્તારોમાં યોજનાઓની માહિતી અને લાભો લાભાર્થીઓના ઘર-ઘર સુધી પહોંચાડવા માટે જિલ્લામાં આજથી ૧૯મી ફેબ્રુઆરી-૨૦૨૪ દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ પરિભ્રમણ કરશે. યાત્રાનાં આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનો વિડીયો સંદેશ, વિકસિત ભારતનાં સંકલ્પ લેવડાવવા સાથે વિવિધ પ્રકારનાં કાર્યક્રમો યોજાશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જનસેવા નાં ઉદ્દેશ સાથે યોજાનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને અપાશે. યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાની ૪૧ જેટલી ગ્રામ પંચાયતો અને વાલીયા તાલુકામાં ૭ ગ્રામ પંચાયતમાં મહત્તમ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લઇ સંબંધિત વિભાગનાં અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે અને યોજનાકીય લાભો અપાશે.

આ પણ વાંચો : Harda Blsat : વિસ્ફોટથી 5 કિમી વિસ્તારમાં તૂટ્યા કાચ, 11 લોકોના મોત
સંકલ્પ યાત્રા દરમિયાન ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના તથા રાજય સરકારની વિવિધ યોજનાઓને ખોટો આવરી લેવામાં આવી છે.