યુટ્યુબર મનિષ કશ્યપ બીજેપીમાં જોડાયા, બિહારમાં કરશે પ્રચાર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Manish Kashyap Join BJP : ફેમસ યુટ્યુબર મનિષ કશ્યપ આજે બીજેપીમાં સામેલ થશે. તેઓને આજે દિલ્હી ખાતે બીજેપીની સદસ્યતા આપવામાં આવશે. આ પહેલા તેઓએ જાહેર કર્યુ હતુ, કે તેઓ પશ્ચિમ ચંપારણથી લોકસભા ચૂંટણી લડશે.

આ પણ વાંચો – 100 વર્ષ બાદ સર્જાશે આવો સંયોગ, આ 3 રાશિના લોકોની ચમકશે કિસ્મત!

PIC – Social Media

Manish Kashyap Join BJP : બિહારના ફેમસ યુટ્યુબર મનિષ કશ્યપ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે. મનિષ કશ્યપ આજે દિલ્હી સ્થિત પાર્ટીના કાર્યાલય પહોંચશે ત્યાર બાદ તેઓને બીજેપીની સદસ્યતા આપવામાં આવશે. આ પહેલા તેઓએ જાહેર કર્યું હતુ કે તેઓ પશ્ચિમ ચંપારણ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. જો કે હવે તેઓએ ચૂંટણી નહિ લડવાનો નિર્ણય કર્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પોતાને સન ઓફ બિહાર કહેનાર મનિષ કશ્યપે પશ્ચિમ ચંપારણ સીટ પરથી ચુંટણી પ્રચાર પણ શરૂ કર્યો હતો. તેઓ અપક્ષ ચૂંટણી લડવાના હતા. પરંતુ તે પહેલા તેઓએ બીજેપી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા વર્ષ 2020માં તેઓ બિહાર ચનપટિયા વિધાનસભા સીટ પરથી અપક્ષ ઉમેદવારના રૂપે ચૂંટણી લડી ચૂક્યા હતા. જેમાં તેની હાર થઈ હતી.

બેતિયા જિલ્લાના રહેવાસી મનિષ કશ્યપની ફેક વિડિયો મામલે પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેઓ ભારે ચર્ચામાં રહ્યાં હતા. મનિષ કશ્યપે આશરે 9 મહિના જેલમાં વિતાવ્યા. આ પહેલા મનિષની ઓળખ એક સક્સેસફુટ યુટ્યુબર તરીકેની હતી. તેના યુટ્યુબર પર 8.73 મિનિયન સબ્સક્રાઇબર્સ છે. તે બિહાર સાથે જોડાયેલા ઘણાં સામાજિક મુદ્દાઓ પર વિડિયો બનાવે છે. માત્ર બિહાર જ નહિ પરંતુ હિન્દી ભાષી રાજ્યોમાં તેઓના વિડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે.

કેમ થઈ મનિષ કશ્યપની ધરપકડ

નોંધનીય છે કે તમિલનાડુમાં બિહારના મજૂરો સાથે મારામરીનો કથિત વિડિયો મનિષ કશ્યપે પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર શેઅર કર્યો હતો. જે વાયુ વેગે વાયરલ થઈ ગયો હતો. આ વાયરલ વિડિયોને તમિલનાડુ પોલીસે ભ્રામક ગણાવ્યો હતો. આ મામલે પોલીસે તેના વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી હતી. ઉપરાંત બિહાર પોલીસની આર્થિક અપરાધ શાખાએ પણ આ મામલાને લઈ મનિષ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

9 મહિના જેલમાં રહ્યા મનિષ કશ્યપ

જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો મનિષ કશ્યપ અંડરગ્રાઉન્ડ થઈ ગયા. જ્યારે બેતિયા પોલીસે મનિષના ઘરે તપાસ શરૂ કરી તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધુ હતુ. ઈઓયુ ટીમે કેસ પોતાના કબ્જામાં લઈ મનિષની પૂછપરછ કરી અને તેને જેલમાં ધકેલી દીધો. તમિલનાડુ પોલીસની ટીમ પટના પહોંચી અને 30 માર્ચ 2023ના રોજ ટ્રાન્જિટ રિમાન્ડ પર તમિલનાડુ પોલીસને તેને પોતાની સાથે લઈ ગઈ હતી. ત્યાર બાદ આશરે 9 મહિના સુધી મનિષ કશ્યમ જેલમાં રહ્યો હતો.