પરિવારના સ્વાસ્થ્ય માટે ઘરમાં આ વાસ્તુ નિયમનું રાખો ધ્યાન

ખબરી ગુજરાત ધર્મ

Vastu Tips For Health : વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) હિન્દુ પરંપરાઓમાં સૌથી જુના વિજ્ઞાનમાંથી એક છે. વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું ઘણું મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં (Vastu Shastra) માન્યતા અનુસાર ઘરમાં રાખેલી તમામ નાની મોટી વસ્તુઓનો પ્રભાવ ઘરના સભ્યો પર પડે છે. એટલા માટે જ પોતાના ઘરમાં આ વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.

આ પણ વાંચો : 7 December nu Rashi fal જાણો આજનું ભવિષ્યવાણી

PIC – Socail Media

હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક નાની-મોટી વસ્તુઓ રાખવાના કેટલાક નિયમો છે. જેનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ અને સમુદ્ધિ આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખવા પર આરોગ્યને (Health) લગતી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ટપકતો નળ

જો તમારા ઘરમાં કોઈ નળ ટપકતો હોય તો તેને તરત જ રિપેર કરાવી લેવો જોઈએ અથવા બદલાવી નાખવો જોઈએ. તમારા સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે. કેમ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ટપકતો નળ તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. સતત પડતા પાણીના ટીપાનો અવાજ તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ પેદા કરે છે.

સુતી વખતે દિશાનું ધ્યાન રાખો

વાસ્તુ અનુસાર હંમેશા દક્ષિણ દિશા કે પૂર્વ દિશામાં જ પગ માથુ રાખીને સુવું જોઈએ. દક્ષિણ દિશામાં પગ રાખીને સુવાની ભૂલ ક્યારેય ન કરવી. કેમ કે તેનાથી તમારો માનસિક તણાવ વધી શકે છે. આ રીતે સુવાથી તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થઈ શકે છે. વાસ્તુ અનુસાર જો તમે સ્વસ્થ્ય રહેવા ઇચ્છો છો અને આરામથી ઊંઘવા માંગતા હો તો સુતી વખતે દિશાઓનું ધ્યાન જરુર રાખો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ક્યારેય ના કરો આ કામ

ઘણાં લોકોને ટેવ હોય છે કે તેઓ સીડીની નીચે અનેક પ્રકારની ચીજ વસ્તુઓ રાખે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવ્યું છે. કેમ કે આવું કરવાથી તમે ઘણી બિમારીઓને આમંત્રણ આપો છો. સારા સ્વાસ્થ્ય માટે વાસ્તુ શાસ્ત્રમાં સીડીઓની નીચેની જગ્યાને સાફ અને વ્યવસ્થિત રાખવાની સલાહ આપવામાં આવે છે.

ભણતી વખતે આ દિશામાં મુખ રાખો

એક વાતનું ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે અભ્યાસ કરો તો તમારુ મુખ ઉત્તર કે પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. કેમ કે આમ કરવાથી તમારી ઉર્જાને વ્યવસ્થિત કવરામાં મદદ મળશે. જેના લીધે સકારાત્મક પરિણામ મળે છે. આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને પણ લાભ થાય છે.