લોકસભા 2024ની ચૂંટણીમાં કોણ મારશે બાજી, જુઓ શું કહે છે સર્વે?

ખબરી ગુજરાત રાજકારણ રાષ્ટ્રીય

Lok Sabha Elections 2024 : લોકસભા 2024ની ચૂંટણી નજીક છે. જેને લઈ તમામ પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓમાં જોડાઈ ગઈ છે. બીજેપી અને કોંગ્રેસ (Congress) સહિત તમામ પાર્ટીઓ પોતાની પૂરી લગાવી દીધી છે. લોકસભા ચુંટણીમાં બીજેપી(BJP)ની આગેવાનીમાં એનડીએ (NDA) અને વિપક્ષ ગઠબંધન ઇન્ડિયા (I.N.D.I.A) અલાયન્સ વચ્ચે ચૂંટણી જંગ જામશે.

આ પણ વાંચો : અયોધ્યાથી અમૃત ભારત એક્સપ્રેસને પીએમ મોદી બતાવશે લીલી ઝંડી, જાણો ટ્રેનની વિશેષતાઓ

સૌકોઈના મનમાં એક જ સવાલ છે કે એનડીએ (NDA) કે ઇન્ડિયા (I.N.D.I.A) અલાયન્સ બંનેમાંથી કોના માથે તાજ આવશે. આ માટે એબીપીએ સી વોટર્સ પાસે સર્વે કરાવ્યો છે. જેમાં એનડીએ (NDA) ભારે બહુમત સાથે ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવી રહી છે. વિપક્ષ ગઠબંધન ઇન્ડિયા (I.N.D.I.A) તો તેની આસપાસ પણ નથી. સર્વેમાં ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ ભારતમાં બીજેપી મજબૂત સ્થિતિમાં જોવા મળે છે. પરંતું દક્ષિણ ભારતમાં તેને મોટો ફટકો પડતો જોવા મળી રહ્યો છે. એબીપી સી વોટરના સર્વે ગત શનિવાર અને રવિવારથી શરૂ છે. જેમાં રાજ્યો સાથે વિસ્તાર અનુસાર સીટોના ગણિત વિશે જણાવવામાં આવ્યું છે. આવો જાણીએ કે સર્વેમાં કોને કેટલી સીટો આપવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

લોકસભા કુલ સીટ, 543

ગઠબંધન – સીટ

NDA : 295-335
I.N.D.I.A : 165-205
Others : 35-65

સર્વે મુજબ ઉત્તર ભારતની 180 બેઠકોમાંથી ભાજપના નેતૃત્વવાળી એનડીએ 150થી 160 બેઠકો જીતી રહી છે. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ને 20-30 બેઠકો મળી રહી છે. આ સાથે અન્યોને 0-5 બેઠકો મળી શકે છે. કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મતદાન અનુસાર, ભાજપ કુલ 110 બેઠકોમાંથી 82 થી 92 બેઠકો જીતે તેવી શક્યતા છે. બીજી તરફ કોંગ્રેસને 13-23 બેઠકો જ્યારે અન્યને 4-6 બેઠકો મળવાનું અનુમાન છે. મહારાષ્ટ્ર, તેલંગાણા અને પંજાબમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી રહી છે. જ્યારે, બંગાળમાં ટીએમસી અને બિહારમાં મહાગઠબંધન શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બિહારમાં બીજેપીને આટલી સીટ મળવાની શક્યતા

સર્વે અનુસાર મહાગઠબંધનને બિહારમાં જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. મહાગઠબંધનને 43 ટકા વોટ મળવાનું જણાય છે. બીજી તરફ ભાજપને 39 ટકા મત મળવાની ધારણા છે. અન્યને 18 ટકા વોટ મળી શકે છે. બેઠકોની દૃષ્ટિએ મહાગઠબંધનને 21થી 23 બેઠકો મળવાની ધારણા છે

જાણો બિહારનું ગણિત

બિહાર, કુલ બેઠકો – 40

પાર્ટી બેઠક
BJP+NDA : 16-18
મહાગઠબંધન : 21-23
Others : 0-2

મધ્ય પ્રદેશમાં બીજેપી

લોકસભા ચૂંટણી (Lok Sabha Elections)માં મધ્યપ્રદેશ (MP)માં બીજેપી ફરી જીતે તેવી શક્યતાઓ છે. સર્વેમાં ભાજપ તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કરતી જોવા મળી રહી છે. રાજ્યમાં ભાજપને 58 ટકા વોટ મળવાની અપેક્ષા છે. સર્વે અનુસાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 36 ટકા વોટ જ મળે તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો : સ્વામી પ્રસાદ મૌર્ય ફરી વિવાદમાં, જુઓ હિન્દુ ધર્મને લઈ શું કહ્યું?

મધ્યપ્રદેશની કુલ બેઠક 29

પાર્ટી – બેઠક
ભાજપ-27-29
કોંગ્રેસ-0-2
અન્ય-0

બંગાળમાં ટીએમસીની મજબૂત સ્થિતિ

બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. સી-વોટર સર્વેમાં ટીએમસીને 44 ટકા વોટ મળવાની સંભાવના છે. 42માંથી 23થી 25 બેઠકો મળવાની ધારણા છે. ભાજપને 39 ટકા મત મળવાની સંભાવના છે. અન્યને 9 ટકા મત મળવાની ધારણા છે. આ રીતે, TMC રાજ્યમાં તેના 2019 ના પ્રદર્શનનું પુનરાવર્તન કરે તેવું લાગે છે. કોંગ્રેસ અને ડાબેરીઓને માત્ર 8 ટકા મત મળવાની ધારણા છે.

પશ્ચિમ બંગાળ, કુલ બેઠકો – 42

પાર્ટી – બેઠક
ભાજપ : 16-18
કોંગ્રેસ+ડાબેરી : 0-2
TMC : 23-25
અન્ય : 0

મહારાષ્ટ્ર, કુલ બેઠકો- 48

પાર્ટી – બેઠક
BJP+ : 19-21
કોંગ્રેસ+ : 26-28
અન્ય : 0-2

પંજાબ, કુલ બેઠકો-13

પાર્ટી – બેઠક
ભાજપ : 0-2
કોંગ્રેસ : 5-7
AAP : 4-6
અન્ય : 0

કર્ણાટક, કુલ સીટો-28

પાર્ટી – બેઠક
ભાજપ : 22-24
કોંગ્રેસ : 4-6
અન્ય : 0

તેલંગાણા, કુલ બેઠકો-17

પાર્ટી – બેઠક
ભાજપ : 1-3
કોંગ્રેસ : 9-11
BRS: 3-5
અન્ય : 2

છત્તીસગઢ, કુલ બેઠકો-11

પાર્ટી – બેઠક
ભાજપ : 9-11
કોંગ્રેસ : 0-2
અન્ય : 0

રાજસ્થાન, કુલ બેઠકો- 25

પાર્ટી – બેઠક
ભાજપ : 23-25
કોંગ્રેસ : 0-2
અન્ય : 0