ફોન લેવાનું વિચારી રહ્યાં છો? તો વાંચો આ સમાચાર, નહિતો પછતાશો

ખબરી ગુજરાત બિઝનેસ

Smartphone launch : ભારતમાં 4 જાન્યુઆરીનો દિવસ ખુબ જ ખાસ રહેશે. કેમ કે આ દિવસે ભારતમાં એક સાથે 5 નવા સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યાં છે. Xiaomi પોતાની Redmi Note 13 5G સિરીઝ અને Vivo X100 સિરિઝને લોન્ચ કરશે. આ સિરિઝમાં કુલ 5 ફોન લોન્ચ થનાર છે. Redmiના હેડસેટમાં 200MPનો કેમેરો જોવા મળશે. આવો આ ફોન વિશે ડિટેલ્સમાં માહિતી મેળવીએ…

આ પણ વાંચો : ડ્રાઇવરો કેમ કરી રહ્યાં છે હડતાળ? જાણો, શું છે હિટ એન્ડ રન કાયદો

PIC – Social Media

Smartphone launch : નવા વર્ષના પહેલા અઠવાડિયે ઘણાં નવા સ્માર્ટફોન (Smartphone) લોન્ચ થવા જઈ રહ્યાં છે. ભારતમાં 4 જાન્યુઆરીએ કુલ 5 સ્માર્ટફોન લોન્ચ થશે. જેમાં Xiaomiના Redmiથી લઈ Vivoના ફોનનો સમાવેશ થાય છે. ભારતમાં ઓફિશિયલ લોન્ચિંગથી પહેલા જ આ હેન્ડસેટની જાણકારી સામે આવી છે. કેટલાક સ્માર્ટફોનની તો અંદાજિત કિંમત પણ સામે આવી છે. આવો તેના વિશે વધુ માહિતી મેળવીએ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

Xiaomi પહેલા જ જાહેરાત કરી ચૂકી છે તે Redmi Note 13 5G સિરિઝને ભારતમાં 4 જાન્યુઆરીએ લોન્ચ કરશે. ઉપરાંત ચાઇનીઝ હેન્ડસેટ Vivoએ પણ જાહેર કર્યું છે કે ભારતમાં 4 જાન્યુઆરીએ પોતાની ફ્લેગશિપ સિરિઝ Vivo X100ને લોન્ચ કરવા જઈ રહી છે.

5 સ્માર્ટફોન થશે લોન્ચ

ભારતમાં 4 જાન્યુઆરીએ કુલ 5 સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યાં છે. તેમાં Redmi Note 13  5G સિરિઝના 3 હેન્ડસેટ લોન્ચ થશે. જ્યારે Vivo X100 સિરિઝના બે સ્માર્ટફોન (Smartphone) લોન્ચ થશે. જણાવી દઈએ કે Vivo X100ને પહેલા જ ચીનમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે.

Redmi Note 13  5G સિરિઝના 3 હેન્ડસેટ હશે. જેનો દાવો ઘણાં મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો છે. તેમાં Redmi Note 13  5G, Redmi Note 13 Pro  5G અને Redmi Note 13 Pro + 5Gનો સમાવેશ થાય છે.

Redmi Note 13 Pro + 5G સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટેડ છે, જેના ઘણાં સ્પેસિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યા છે. in.event.mi.com પર લિસ્ટેડ માહિતી અનુસાર, તેમાં 200MPનો રિયર કેમેરા છે, જે ઘણી સારા ફિચર્સ અને સેન્સર સાથે જોવા મળશે. કંપનીનો દાવો છે કે MediaTek 7200 Ultra 5G સાથે આવનાર આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન હશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

Redmi Note 13 Pro + 5Gની ડિસ્પ્લે અને અન્ય ફિચર્સ

Redmi Note 13 Pro + 5Gમાં કર્વ્ડ ડિસ્પ્લે પેનેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોન IP68 રેટિંગ સાથે આવશે. તેમાં 120Wનું ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે. દાવો કરવામાં આવે છે કે સ્માર્ટફોનને 19 મિનિટમાં 100 ટકા ચાર્જ કરી શકાય છે.

Vivo સિરિઝમાં બે ફોન થઈ શકે છે લોન્ચ

Vivo X100 સીરિઝ હેઠળ ભારતમાં 4 જાન્યુઆરીએ બે સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે, જેનું નામ Vivo X100 અને Vivo X100 Pro હશે. આ ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જેથી આ ફોનના ફિચર્સ જાણકારી મળે છે. આ બંને સ્માર્ટફોનમાં MediaTek Dimensity 9300 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 2 January : જાણો, આજનો ઈતિહાસ

બંને Vivo હેન્ડસેટમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.78-inch curved AMOLED ડિસ્પ્લે છે. તેમાં 3,000 Nits સુધીની બ્રાઈટનેસ જોવા મળશે.

બે ફોન વચ્ચેના તફાવત વિશે વાત કરીએ તો, કેમેરા સેન્સર અલગ છે. બંને હેન્ડસેટમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. Vivo X100 માં 50MP સેન્સર, 64MP ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યા છે. Vivo X100 Proના ત્રણેય કેમેરા 50-50 મેગાપિક્સલના છે. પ્રાઇમરી કેમેરા 50MP Sony IMX989થી સજ્જ છે. સેકન્ડરી કેમેરા 50MP Zeiss લેન્સથી સજ્જ છે, જે 4.3x ઓપ્ટિકલ ઝૂમ સાથે આવે છે. બંને હેન્ડસેટમાં 50MP અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ છે.