પુસ્તકો-ડ્રેસ માટે વાલીઓને હેરાન કરનાર સ્કુલો પર થશે કાર્યવાહી!

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

નવુ સત્ર શરૂ થનાર છે. ત્યારે પ્રવેશ માટે સ્કુલમાં વાલીઓની ભીડ જોવા મળી રહી છે. મોટા ભાગે CBSE સ્કુલ વાલીઓને પુસ્તકો અને યુનિફોર્મ સ્કુલ કેમ્પસમાં આવેલી સ્ટોરમાંથી ખરીદવા માટે દબાણ કરે છે. આ ફરિયાદ ઘણીવાર બોર્ડ સુધી પહોંચી છે. અને હવે સીબીએસઈ તેના પર કાર્યવાહી કરવાના મૂડમાં છે.

આ પણ વાંચો – જનતાના પૈસા પાણીમાં, બિહારમાં બે વર્ષમાં 6 પુલ ધરાશાયી

PIC – Social Media

બોર્ડ તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ શાળા વાલીઓ પર કોઈ ચોક્કસ દુકાનમાંથી પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવા માટે દબાણ કરશે નહીં. આમ કરનાર શાળાઓની માન્યતા રદ થઈ શકે છે. આ ઉપરાંત શાળાના કેમ્પસમાં આવી કોઈ દુકાન હોય તો તેને દૂર કરવાના આદેશો આપવામાં આવ્યા છે. CBSE બોર્ડ અનુસાર, શાળાઓ કોઈપણ સંજોગોમાં બાળકો કે માતા-પિતા પર દબાણ ન કરી શકે. વાલીઓ ગમે ત્યાંથી પુસ્તક લઈ શકે છે. ગણવેશ ખરીદવા માટે પણ શાળાઓ દબાણ કરી શકતી નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

શાળાઓ પર થશે કડક કાર્યવાહી

જો ખાનગી શાળાઓ વાલીઓને કોઈપણ ચોક્કસ દુકાનમાંથી ગણવેશ, પુસ્તકો અથવા કોઈપણ અભ્યાસ સામગ્રી ખરીદવા દબાણ કરશે, તો તેમની માન્યતા રદ કરવામાં આવશે. CBSEએ તમામ શાળાઓને આ આદેશ આપ્યો છે. બોર્ડે કહ્યું છે કે જો વાલીઓ આ અંગે બોર્ડને ફરિયાદ કરશે તો આવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બોર્ડે તેની સૂચનાઓમાં સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ સામે એફિલિએશન બાય લો 2018 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સમગ્ર મામલે ઓલ નોયડા પરેન્ટ્સ એસોસિએશન ANSPAના મહાસચિવ કે અરુણાચલમે કહ્યું છે કે બોર્ડ આ નિર્ણય પહેલા પણ હતો પરંતુ કોઈ સ્કુલ તેનું પાલન કરતી નહોતી. જો કે તે ખોટુ છે. કેમ કે સ્કુલમાં રહેલી દુકાનોમાં ખરીદી કરનારને કોઈપણ પ્રકારનુ ડિસ્કાઉન્ટ મળતુ નથી કે વસ્તુઓની ગુણવત્તા મળતી નથી. એવામાં વાલીઓને મજબૂરીમાં સ્કુલમાંથી જ પુસ્તકો અને ગણવેશ ખરીદવા પડે છે.