ગુજરાતમાં ગાભા કાઢશે ગરમી, હવામાન વિભાગની ધગધગતી આગાહી

ખબરી ગુજરાત ગુજરાત

Weather Update : રાજ્યમાં હાલ આગ ઝરતી ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈ વધુ એક ધગધગતી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 5 દિવસ સુધી ગરમી યથાવત રહેશે.

આ પણ વાંચો – જાણો, ક્યા દેશ અને શહેરમાં રહે છે દુનિયા સૌથી વધુ અબજપતિઓ?

PIC – Social Media

Weather Update : રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક સુધી રાજ્યના વાતાવરણમાં કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં. ત્યાર બાદ કેટલાક શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાનમાં ફેરફાર જોવા મળશે. વર્તમાનના તાપમાન અંગે માહિતી આપતા હવામાન વિભાગે કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40થી વધુ નોંધાયુ છે. તો સાથો સાથ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાજ્યમાં આગામી સમયમાં આગ ઓકતી ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે. હવામાન વિભાગે અનુસાર રાજ્યમાં 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે તેમજ ગરમી યથાવત રહેશે. હાલ કોઈ હિટવેવની આગાહી જાહેર કરી નથી. જોકે બનાસકાંઠા, ડીસા અને આણંદમાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળશે. હાલ અમરેલી, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયુ હતુ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા

અમદાવાદ 41.1 ડિગ્રી
ગાંધીનગર 41.0 ડિગ્રી
ડીસા 40.3 ડિગ્રી
વડોદરા 40.4 ડિગ્રી
અમરેલી 41.6 ડિગ્રી
ભાવનગર 38.6 ડિગ્રી
રાજકોટ 41.3 ડિગ્રી
સુરેન્દ્રનગર 40.1 ડિગ્રી
મહુવા 37.2 ડિગ્રી
ભુજ 39.9 ડિગ્રી
કંડલા 39.2 ડિગ્રી
કેશોદ 38.8 ડિગ્રી