જાણો, ક્યા દેશ અને શહેરમાં રહે છે દુનિયા સૌથી વધુ અબજપતિઓ?

ખબરી ગુજરાત બિઝનેસ

World Richest People 2024 : ભારત દુનિયાનો ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ અબજપતિઓ રહે છે. જી હા નવી ગ્લોબલ લિસ્ટ અનુસાર એશિયામાં સૌથી વધુ અબજપતિ લોકો મુંબઈમાં રહે છે. આ શહેરમાં ભારતના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું પણ ઘર છે. મુકેશ અંબાણી દુનિયાના 10માં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

આ પણ વાંચો – તમે પણ બન્યો છો સાઇબર ક્રાઇમનો શિકાર? જાણો, કઈ રીતે ફરિયાદ કરવી

PIC – Social Media

World Richest People 2024 : Hurun Global Rich List 2024 અનુસાર, હાલ આખી દુનિયામાં 3,279 અબજપતિ છે. ગત વર્ષે (2023)ની તુલનાએ તેમાં 167 અબજપતિઓનો વધારો થયો છે. ચીનમાં દુનિયાના સૌથી વધુ (814) અબજપતિઓ રહે છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં અબજપતિઓની સંખ્યાના મામલે બીજા નંબરે (800) છે. અમેરિકામાં 109 જ્યારે ભારતમાં 84 અબજપતિ ગત વર્ષની તુલનાએ વધ્યા છે. જ્યારે ચીનમાં અબજપતિઓની સંખ્યા 155 જેટલી ઓછી થઈ ગઈ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રિપોર્ટ અનુસાર ભારત માટે આ વર્ષ શાનદાર રહ્યું છે અને આશરે 100 નવા અબજપતિ બન્યા છે. ઇકોનોમીમાં રેકોર્ડ લેવલે કોન્ફિડેન્સ વધ્યો છે. એશિયાની બિલેનિયર કેપિટલમાં મુંબઈએ બીઝિંગને પાછળ છોડી દીધુ છે અને દુનિયાનું ત્રીજુ સૌથી વધુ અબજપતિઓ ધરાવતુ શહેર બની ગયુ છે. ઉપરાંત ભારતની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી પણ પહેલીવાર સૌથી વધુ અબજપતિઓ વાળા ટોપ-10 શહેરોમાં સામેલ થયું છે.

અબજપતિઓની વાત કરીએ તો એલન મસ્ક ફરી એકવાર દુનિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બની ગયા છે. તેના લીધે જ ટેસ્લાના સ્ટોક્સમાં ઉછાળો આવ્યો છે. માર્ક ઝુકરબર્ગ અને લેરી પેજ પણ આ વર્ષે ટોપ-10 ધનવાનોની યાદીમાં સામેલ છે.

Hurun Global Rich List 2024 એક એન્યુઅલ રિપોર્ટ રિપોર્ટ છે જે દર વર્ષે આખી દુનિયાના અબજપતિઓને યુએસ ડોલરના હિસાબે રેન્ક આપે છે. આ રિપોર્ટ Hurun Research Instituteએ તૈયાર કરી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સૌથી વધુ અબજપતિ ધરાવતા ટોપ-10 દેશ

ચીન
યુનાઇટેડ સ્ટેટ્સ
ભારત
યુનાઇટેડ કિંગડમ
જર્મની
સ્વિટ્ઝરલેન્ડ
રશિયા
ઇટલી
ફ્રાન્સ
બ્રાઝિલ

સૌથી વધુ અબજપતિઓ ધરાવતા ટોપ -10 શહેરો

ન્યૂ યોર્ક (યુએસ)
લંડન (યુકે)
મુંબઈ (ભારત)
બીઝિંગ (ચીન)
શાંઘાઇ (ચીન)
શેન્જેન (ચીન)
હોન્ગ કોન્ગ (ચીન)
મોસ્કો (રશિયા)
નવી દિલ્હી (ભારત)
સાન ફ્રાન્સિસ્કો (યુએસ)