આ તાલીમ કાર્યક્રમ અન્વયે 60 જેટલા તાલીમાર્થીઓ તાલીમ લઇને માસ્ટર ટ્રેનર બનશે, જે જિલ્લા અને બ્લોક લેવલે કર્મચારીઓને તાલીમ આપીને તૈયાર કરશે.

લખપતિ દીદી ઇનિશીએટીવ અંગેની સૌરાષ્ટ્ર-કચ્છના માસ્ટર ટ્રેનરોની તાલીમ યોજાઇ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) ખાતે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન(NRLM) અંતર્ગત “લખપતિ દીદી ઇનિશીએટીવ” (Lakhpati Didi Initiative) અંગેની માસ્ટર ટ્રેનરોની બે દિવસીય તાલીમ યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓના તાલુકા લાઇવલીહુડ મેનેજરો, જિલ્લા અને બ્લોક સ્તરના આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરોને રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાંતો-નેશનલ રીસોર્સ પર્સન દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કાર્યાન્વિત નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRLM) અંતર્ગત PRADAN સંસ્થાના એક્સપર્ટ સુમિતકુમાર અને બિજય સ્વૈન દ્વારા વિવિધ વક્તવ્ય, પ્રેઝન્ટેશન,વર્કશોપ તેમજ એક્ટીવીટી દ્વારા લખપતી દીદી ઇનિશીએટીવને લગતી લાભાર્થીની પસંદગી, આયોજન અને કરાયેલ પ્રવૃત્તિની પોર્ટલમાં એન્ટ્રીની લગભગ 8 સેશન દ્વારા વિગતવાર તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમનું આયોજન ડિસ્ટ્રિક્ટ લાઈવલીહુડ મેનેજર વી. બી. બસીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પણ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ તાલીમ કાર્યક્રમ અન્વયે 60 જેટલા તાલીમાર્થીઓ તાલીમ લઇને માસ્ટર ટ્રેનર બનશે, જે જિલ્લા અને બ્લોક લેવલે કર્મચારીઓને તાલીમ આપીને તૈયાર કરશે.

એન.આર.એલ.એમ. દ્વારા સ્વસહાય જુથની મહિલાઓના સશક્તિકરણના પ્રયાસરૂપે મહિલાઓના સામૂહિકીકરણ, તેમના સંઘોને મજબૂત કરવા, તેમને આજીવિકા માટે જ્ઞાન અને કૌશલ્ય સાથે સક્ષમ બનાવી તેમની આવક વધારવા માટે, ધીરાણ અને સહાય દ્વારા નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

વાર્ષિક એક લાખ કે તેથી વધુની સ્થાયી આવક મેળવતી સ્વ સહાય જુથોની બે કરોડ જેટલી મહિલાઓ તૈયાર થાય તે માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા “લખપતિ દીદી” પહેલ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચણાના પાકમાં થતાં રોગો અંગેના ઉપાયો

જે અંતર્ગત દેશભરમાં કાર્યરત લગભગ દસ કરોડ જેટલી સ્વ સહાય જુથોની મહિલાઓને તાલીમ, માર્ગદર્શન અને પ્લેટફોર્મ પુરૂ પાડીને તેમને વાર્ષિક એક લાખથી વધુ આવક મેળવતા કરીઐ બે કરોડ “લખપતિ દીદી” તૈયાર કરવામાં આવશે, જે સામાજિક સમાવેશિતા, ગ્રામ્ય અર્થવ્યવસ્થાના વિકાસ તેમજ આત્મનિર્ભરતાના દ્યોતક બનશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.