જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચણાના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે

Agriculture News: ચણાના પાકમાં થતાં રોગો અંગેના ઉપાયો

ખબરી ગુજરાત ગુજરાત

Agriculture News: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (Junagadh Agricultural University) દ્વારા ચણાના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે. ચણાના ઉગવા બાદ ત્રીજું પિયત આંતરખેડ કરીને પછી 20થી 25 દિવસ આપવું. ચણાના પાકમાં લીલી અને લશ્કરી ઈયળના નિયંત્રણ માટે પક્ષીઓને બેસવા માટે ટી આકારના બે લાખડા મુકવા. જો વધુ ઉપગ્રહ જણાય તો સ્પીનોસાદ ચાર પાંચ એસી 4 મિલી 10 લીટર પાણીમાં કરીને છંટકાવ કરવો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તેમજ લીંબોડીનું તેલ 50 લીંબુડીના મિજનું 5% અર્કનું દ્રાવણ 500 મિલી 10 લીટર પાણીમાં કરીને છંટકાવ કરવો. ફુલ અને પોપટા બંધાવવાની અવસ્થાએ પિયત આપવું. વાદળછાયા અને ગરમ હવામાનના કારણે આગતર વાવેતર કરેલું ચણાના પાકમાં લશ્કરી ઈયળના નિયંત્રણ માટે એમામેક્ટિન બેન્ઝોએટ 5%, દાણાદાર 7 ગ્રામ 10 લીટર પાણીમાં મિશ્ર કરી તેનો છંટકાવ કરવો. જેનાથી ચણાને પાક રોગમુક્ત રહી શકે.

આ પણ વાંચો: જેતપુર ખાતે યોજાયું જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.