રોજ નારિયેળ પાણી પીવાથી આ 5 બિમારીઓ થાય છે દુર

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ

Benefits of coconut water : નારિયેળ પાણી માત્ર હાઇડ્રેટિંગ ડ્રિંક જ નહિ પણ શરીરમાંથી પાણીની ઘટને દૂર કરે છે. નારિયેળ પાણી ઘણાં પોષક તત્વોથી ભરપૂર હોય છે. નારિયળ પાણી તમારી ત્વચા, પેટ-પાચન અને હ્રદયને માટે પણ સારુ છે.

આ પણ વાંચો : 13 December : જાણો, આજનો ઈતિહાસ

નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે આપણું સ્વાસ્થ્ય ઘણું સારું બનાવે છે. આ એક હાઇડ્રેટિંગ પીણું છે, મોટાભાગના લોકો તેને ઉનાળામાં પીવાનું પસંદ કરે છે પરંતુ માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ તમારે તેને દરેક ઋતુમાં પીવું જોઈએ, કારણ કે નાળિયેર પાણી માત્ર હાઇડ્રેશનની દ્રષ્ટિએ જ નહીં પરંતુ શરીરને પોષણ આપવાની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે.

આ પણ વાંચો : મંગળવારની વ્રત કથાના પાઠથી જીવનના તમામ દુ:ખ દર્દ થાય છે દુર

જો તમે એક હેલ્ધી અને ફ્રેશ ડ્રિંક પીવા માંગો છો તો નારિયેળ પાણી એક સારુ ઓપ્શન છે. યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત 2015ના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે તે લોહીમાં શર્કરાનું પ્રમાણ પણ ઓછુ કરે છે. તેના માટે વૈજ્ઞાનિકોએ ઉંદરો પર અભ્યાસ કર્યો હતો જેને ડાયાબિટીસ હતુ. તે માણસો માટે પણ ફાયદાકારક છે. અહીં અમે આપને નારિયળ પાણી પીવાના પાંચ કારણ જણાવીશું.

ત્વચાનું સ્વાસ્થ્ય

નારિયેળ પાણી તરલ પદાર્થોનો એક સારો સ્રોત છે અને તે તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે. કેમ કે તેમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે એટલા માટે તે તમારી ફાઇન લાઇન્સ, કરચલીઓને દુર કરવામાં મદદ કરે છે. એન્ટિઓક્સિડેન્ટ તમારી ત્વચાને નુકસાનથી પણ બચાવવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સી અને ઈ પણ હોય છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કિડનીની પથરીથી મુક્તિ

કિડનીની પથરીથી બચવા માટે ડોક્ટર તમને ખૂબ પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ તમારે થોડુ નારિયેળ પાણી પણ પીવું જોઈએ. કેમ કે તેનાથી યુરિનની ફ્રિકવન્સી વધે છે અને પથરી બનાવનાર ખનિજોની સાંદ્રતાને ઓછી કરે છે. એવામાં તે કિડનીની પથરીને રોકવા અને તેને દૂર કરવામાં મદદ કરે છે.

પાચન માટે પણ સારુ

નારિયેળ પાણીમાં ફાઇબર હોય છે. જે પાચનને સારુ બનવામાં મદદ કરી શકે છે. તેમાં એવા એન્જાઇમ પણ હોય છે જે તમે આરોગેલા ભોજનને તોડવામાં મદદ કરી શકે છે. તેનાથી પેટની બિમારીઓ પણ દૂર થાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઈલેક્ટ્રોલાઇટ સંતુલન

નારિયેળ પાણીમાં પોટેશિયમ, સોડિમય અને મેગ્નેશિયમ હોય છે જે મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સ છે જે શરીરમાં પ્રવાહી સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેને વધુ પરસેવો થતો હોય તેના માટે તે ઉપોયગી છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

નારિયેળ પાણી બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદ કરે છે. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે તે ખુબ સારુ છે. હાઇ પોટેશિયમ તત્વોને કારણે તે સોડિયમના પ્રભાવને સંતુલિત કવરામાં મદદ કરે છે.