રેવંત રેડ્ડીએ રાજ્યના બીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રેવંત રેડ્ડીની સાથે 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા

Telangana: રેવંત રેડ્ડીએ લીધા સીએમ તરીકે શપથ; સોનિયા, રાહુલ, અને ખડગે રહ્યાં સ્ટેજ પર ઉપસ્થિત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Telangana: તેલંગાણા કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ના નેતા અનુમુલા રેવન્ત રેડ્ડીએ (Revanth Reddy) રાજ્યના બીજા મુખ્યમંત્રી તરીકે શપથ (CM Oath Ceremony) લીધા છે. રેવંત રેડ્ડીની સાથે 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. છપ્પન વર્ષીય નેતાનો શપથ ગ્રહણ સમારોહ વિશાળ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં યોજાયો હતો. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ સંસદીય દળ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) અધ્યક્ષ રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર જોડાયા હતા. શપથ ગ્રહણ કાર્યક્રમમાં લગભગ એક લાખ લોકોએ હાજરી આપી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને રેવંત રેડ્ડીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મલ્લુ બી. વિક્રમાર્કે તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મંત્રી તરીકે શપથ લેનારા ધારાસભ્યોમાં એન. ઉત્તમ કુમાર રેડ્ડી, સી. દામોદર રાજનરસિમ્હા, કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી સામેલ છે.

રેવન્ત રેડ્ડી ફૂલોથી શણગારેલી ખુલ્લી જીપમાં શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. રેવન્ત રેડ્ડીએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે લોકોને ખુલ્લું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે ‘લોકોની સરકાર’ આજે કાર્યભાર સંભાળશે, જે લોકતાંત્રિક અને પારદર્શક શાસનને મહત્વ આપશે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને હરાવીને 119માંથી 64 બેઠકો જીતી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

હવે રેવંત રેડ્ડીને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી 6 ‘ચૂંટણી ગેરંટી’ પૂરી કરવાના પડકારનો સામનો કરવો પડશે

પ્રથમ ગેરંટી – મહિલા-કેન્દ્રિત કલ્યાણ કાર્યક્રમ હેઠળ, મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં અને જાહેર પરિવહનમાં મફત મુસાફરી આપવામાં આવશે.

બીજી ગેરંટી – કોંગ્રેસે 10 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવાનું પણ વચન આપ્યું છે.

ત્રીજી ગેરંટી – જમીન અને મકાનના બાંધકામ માટે રૂ. 5 લાખ આપવામાં આવશે.

ચોથી ગેરંટી– ગૃહ જ્યોતિ યોજના હેઠળ, પાત્ર ઘરોને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.

પાંચમી ગેરંટી – યુવા વિકાસ યોજના હેઠળ યુવા વિદ્યાર્થીઓને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

છઠ્ઠી ગેરંટી – વૃદ્ધો, વિધવાઓ, અપંગો, બીડી કામદારો, એકલ મહિલા, વણકર, એઇડ્સ અને ફાઇલેરિયાના દર્દીઓ તેમજ ડાયાલિસિસ કરાવી રહેલા કિડનીના દર્દીઓને દર મહિને રૂ. 4000 નું પેન્શન આપવામાં આવશે.

આ પણ વાંચો: સૂર્ય નમસ્કાર કરવા થઈ જાવ તૈયાર, ગ્રામ્યકક્ષાથી લઈને રાજ્યકક્ષા સુધીની યોજાશે સ્પર્ધા

3 ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસે 64 બેઠકો જીતી હતી જ્યારે BRSને 39, ભાજપે 08, AIMIMએ 07 અને CPIએ એક બેઠક જીતી હતી. તેલંગાણાના નાણાકીય વર્ષ 2023-24ના બજેટ અનુસાર, કુલ આવક રૂ. 2.16 લાખ કરોડ હોવાનો અંદાજ હતો જ્યારે આવક ખર્ચ રૂ. 2.12 લાખ કરોડ હતો.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.