GSSSB વર્ગ 3ની પરીક્ષાને લઈ મોટા સમાચાર

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

GSSSB Exam 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3ની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 1 એપ્રિલથી શરૂ થતી વર્ગ 3ની પરીક્ષા 19 દિવસ સુધી ચાલશે.

આ પણ વાંચો – મહાદેવ બેટિંગ ઍપ મામલે ED એક્શન મોડમાં

PIC – Social media

GSSSB Exam 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ની 1 એપ્રિલથી વર્ગ 3ની 5554 જગ્યા માટે પરીક્ષા શરૂ કરશે. આ પરીક્ષા 19 દિવસ સુધી ચાલશે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની પરીક્ષાનો કાર્યક્રમ તારીખ 1 એપ્રિલથી પ્રારંભ થઇ શકે છે. આ પરીક્ષાઓ તારીખ 8મી મે સુધી ચાલશે. 11 જિલ્લાના 55 સેન્ટર ઉપર દરરોજ 32 હજાર ઉમેદવાર ઓનલાઇન પરીક્ષા આપશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કોલલેટર ક્યારે ડાઉનલોડ કરી શકાશે?

ઉમેદવારો 21 માર્ચથી પોતાના કોલલેટર ડાઉનલોડ કરી શકશે. 100 માર્કની ઓનલાઇન પરીક્ષામાં પ્રશ્નના ખોટા જવાબમાં 0.25 ટકા નેગેટિવ મર્કિંગ ગણવામાં આવશે. રામ નવમીના દિવસે અને રજાના દિવસોમાં પણ પરીક્ષાઓ લેવામાં આવશે.

4 શિફ્ટમાં લેવાશે પરીક્ષા

આ પરીક્ષા 4 શિફ્ટમાં લેવામાં આવશે. ઉમેદવારે પોતાનું ઓરિજનલ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. પરીક્ષા શરૂં થવાના 15 મિનિટ પેહલા સુધી પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારો કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ સાથે લઈ જઈ શકશે નહિ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પરીક્ષા દરમિયાન આટલુ ધ્યાન રાખો

મહિલાઓ અને દિવ્યંગોને નજીકમાં પરીક્ષા કેન્દ્ર મળી રહે એ માટે આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઈ આચારસંહિતા લાગુ પડશે નહિ. ચૂંટણીની તારીખે જો પરીક્ષા હશે તો એ દિવસે પરીક્ષા રદ કરી અન્ય દિવસે યોજવામાં આવશે. પ્રથમ કોમ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોને કોમ્યુટર બેઝ પરીક્ષા ની જાણકારી માટે મંડળની વેબસાઈટ પર રાખેલ લિંક દ્વારા જાણકારી મેળવી શકશે. સ્ક્રીનિંગ પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોવિઝન આંસર કી વેબસાઈટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોને ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે. ત્યાર બાદ ફાઈનલ આન્સર કી મૂકવાની કામગીરી થશે. બંને ગ્રુપ પસંદ કરેલ ઉમેદવારો બંને પરીક્ષા આપી શકે એ માટે અલગ અલગ આયોજન કર્યું છે.