CBSE બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર, અહીં જુઓ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

CBSE Board Exam Timetable : CBSE બોર્ડે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અહીં આપને સંપૂર્ણ પરીક્ષા કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે. CBSEએ વર્ષ 2024માં યોજાનાર 10માં અને 12માં બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમનો જાહેર કર્યો છે. તેની સાથે જ CBSEએ કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યો છે.

આ પણ વાંચો : રોજ નારિયેળ પાણી પીવાથી આ 5 બિમારીઓ થાય છે દુર

PIC – Social Media

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12ની ડેટશીટ જાહેર કરી છે. આ વખતે બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની આ પરીક્ષા 55 દિવસ ચાલશે. વિદ્યાર્થીઓ સત્તાવાર સાઇટની મુલાકાત લઈને ડેટ શીટ ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓ અહીં જણાવેલ સ્ટેપ્સ દ્વારા ડેટશીટ પણ ડાઉનલોડ કરી શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

CBSE પરીક્ષા માટે ગાઇડલાઇન

બે વિષયો વચ્ચે યોગ્ય ગેપ હોવો જોઈએ
ધોરણ 12ની ડેટશીટ બનાવતી વખતે JEE Mainની પરીક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ ડેટ શીટને બનાવતી વખતે એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે બે વિષય પરીક્ષાની એક તારીખે ન આવે.
પરીક્ષાનો સમય સવારે 10:30 વાગ્યાનો રહેશે.
પરીક્ષા કાર્યક્રમ વહેલો જાહેર કરવાથી વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કામની વેબ સાઇટ

cbse.gov.in
cbse.nic.in

પરીક્ષાની ડેટશીટ આ રીતે ડાઉનલોડ કરો

સૌપ્રથમ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ cbse.nic.inની મુલાકાત લો.
ત્યાર બાદ સ્ટુડન્ટ પેઈઝ પર સીબીએસઈ ટેબ સુધી પહોંચવા નીચે સ્ક્રોલ કરો.
ત્યાર બાદ ધોરણ 10 અને 12ની ડેટશીટ ઓપન કરો.
હવે તેને ડાઉનલોડ કરી લો.
ત્યાર બાદ આ ડેટશીટની પ્રિંટ કાઢીને રાખી લો.