દેશને દીક્ષિત બનાવવા નારીશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ – રાષ્ટ્રપતિ

ખબરી ગુજરાત ગુજરાત

President Draupadi Murmu : સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)માં 20મો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહી દીક્ષાંત સમારોહમાં પ્રવનચ આપ્યું હતુ.

આ પણ વાંચો : એસટી બસોમાં મુસાફરી કરતા લોકોને મળશે ખાસ સુવિધા

President Draupadi Murmu : રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી( SVNIT)ના 20મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. રાષ્ટ્રપતિએ દીક્ષાંત પ્રવચન કરતા એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ નવા ઉદ્યોગો અને રોજગારનું સૃજન કરવામાં ટેકનોલોજીકલ જ્ઞાન અને ટેકનિકલ સ્કીલનો વિનિયોગ કરવા યુવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.

પદવી ગ્રહણ કરનાર સૌ યુવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવતા રાષ્ટ્રપતિએ ઉપસ્થિત સૌ મેધાવી વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) અને મશીન લર્નિંગના ઉભરતા ક્ષેત્રમાં પદાર્પણ કરી AI ટેકનોલોજીને દેશના વર્તમાન અને ભાવિને વધુ ઉજ્જવળ બનાવવા કહ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દેશના વિકાસ માટે AI ટેક્નોલોજીના ઉપયોગની અભિનવ પહેલો કરી રહી છે, ત્યારે SVNIT જેવી ટેક્નોલોજી સંસ્થાઓ કોર્પોરેટ સેક્ટર, એનજીઓ અને સંશોધન સંસ્થાઓ સાથે મળીને દેશના ‘એઆઈ સ્કિલ ગેપ’ને ઘટાડવા માટે કામ કરે તે અતિ આવશ્યક છે. તેજસ્વી યુવાનો એઆઈ અને મશીન લર્નિંગ જેવી નવીનતમ અને ઝડપથી બદલાતી તકનીકોની વૈશ્વિક દોડમાં ભારતને અગ્રસ્થાને લઈ જવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ પણ શ્રીમતી મુર્મુજીએ વ્યક્ત કર્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તેમણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામની આ પ્રતિષ્ઠિત સંસ્થાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સરદાર પટેલજી દેશની એકતાના પ્રતિક છે. સરદાર સાહેબના જીવન આદર્શોમાંથી દ્રઢ નિશ્ચય, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના મૂલ્યોને અપનાવીને જીવનના સૌથી મુશ્કેલ લક્ષ્યોને પણ સરળતાથી પ્રાપ્ત કરી શકશો એમ ઉપસ્થિત યુવાશક્તિને પ્રેરણા આપતા કહ્યું હતું.