મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાપાન પ્રવાસ, બુલેટ ટ્રેનની કરી સવારી

ખબરી ગુજરાત ગુજરાત

Bhupendra Patel’s visit to Japan : ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ 7 દિવસના વિદેશ પ્રવાસે છે. ગુજરાતમાં યોજાનાર વાઇબ્રાન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit)માં વિદેશી રોકાણ લાવવાના હેતુથી હાલ સીએમ વિદેશ પ્રવાસ ખેડી રહ્યાં છે. તેના ભાગ રૂપે તેઓ જાપાન પહોંચ્યા છે. આજે સીએમનો જાપાન પ્રવાસનો (Japan Visit) બીજો દિવસ છે. મુખ્યમંત્રીએ જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો.

આ પણ વાંચો : આ ખેલાડીને મળ્યું ગુજરાત ટાઈટન્સનું સુકાન

ગુજરાતમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશી રોકાણ લાવવાના ઉદ્દેશ્યથી ગુજરાતના મુખ્યમંત્રી 7 દિવસના વિદેશ પ્રવાસે છે. પ્રવાસના ભાગ રૂપે તેઓ જાપાન અને સિંગોપોરનો પ્રવાસ ખેડશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જાપાનમાં બીજો દિવસ છે ત્યારે તેઓએ અહીં પરંપરાગત જાપાનીઝ ચાની મજા લીધી હતી. એટલું નહિ તેઓએ અહીં બુટેલ ટ્રેનની મુસાફરી પણ માણી હતી. સીએમ પટેલ મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રતિનિધિ મંડળ સાથે ટોકિયોથી બુલેટ ટ્રેન મારફત યોકોહામા સિટી જવા રવાના થયા હતા. તેમજ યોકોહામાના પ્રસિદ્ધ શેન્કેઇન ગાર્ડનની મુલાકાત લીધી હતી. યોકોહામા ભારત સાથે ઐતિહાસિક સંબંધો ધરાવતું શહેર છે તે અંગે પણ તેમણે અહી માહિતી મેળવી હતી.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

સીએમ પટેલે સોશિયલ મીડિયા દ્વારા જાપાનની મુલાકાતની તસવીરો પણ શેઅર કરી છે. આપને જણાવી દઈએ કે, આગામી વર્ષે યોજનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ સીએમ ભારે મહેનત કરી રહ્યાં છે. આ સમિટમાં વધુમાં વધુ વિદેશી રોકાણ લાવવાના હેતુથી તેઓ જાપાન અને સિંગાપોરના પ્રવાસે ગયા છે. અહીં તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા ભાગીદારીને મજબુત કરવા માટે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.

આ પણ વાંચો : ભરશિયાળે માવઠાનો માર, હજુ ઘાત ટળી નથી

ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાનાર છે. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.