“આજની ઘડી તે રળીયામણી”, ગરબાને મળી વૈશ્વિક સ્વીકૃતિ

ખબરી ગુજરાત ગુજરાત

Garba in UNESCO List: ભારતના ગુજરાતી લોકનૃત્ય ગરબા (Garba)નો દબદબો આખી દુનિયામાં જોવા મળ્યો છે. યુનેસ્કોએ (UNESCO) તેને તેની ‘ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી’ની યાદીમાં સામાવેશ કર્યો છે. માત્ર ગુજરાત (Gujarat)જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ગૌરવ ક્ષણ છે. ગરબાને યુનેસ્કોની યાદીમાં (Garba in UNESCO List) સામેલ કરવા પર પીએમ મોદી (PM Modei)એ ગરબાને જીવન, એકતા અને પરંપરાઓનો ઉત્સવ ગણાવ્યો હતો. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)પણ ગરબાને યુનેસ્કોની યાદીમાં સામેલ થવા પર ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : કોણ બનશે રાજસ્થાનનો નાથ? આ દિગ્ગજ નેતા પહોંચ્યા દિલ્હી

પીએમ મોદીએ ‘X’ પર લખ્યું, ‘અમૂર્ત હેરિટેજ લિસ્ટમાં તેનો શિલાલેખ વિશ્વને ભારતીય સંસ્કૃતિની સુંદરતા દર્શાવે છે. આ સન્માન આપણને ભાવિ પેઢીઓ માટે આપણા વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા પ્રેરણા આપે છે. આ વૈશ્વિક સ્વીકૃતિ બદલ અભિનંદન. યુનેસ્કોની આ યાદીમાં સમાવેશ કરવા માટે ભારતે ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં નવરાત્રિ ઉત્સવ દરમિયાન કરવામાં આવતા ગરબાને નોમિનેટ કર્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે જણાવ્યું હતું, કે યુનેસ્કો દ્વારા ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી થવા અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભદ્રકાળી મંદિર પરિસરમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાસ-ગરબાના વિવિધ પ્રકારોની સુંદર રજૂઆત નિહાળી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સીએમ એ વધુમાં જણાવ્યું હતુ કે “મને ખુશી છે કે અમદાવાદ ઉપરાંત અંબાજી, પાવાગઢ બહુચરાજી ખાતે પણ ગરબાના વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ આજે યોજાયા હતા. તેમજ યુનેસ્કો દ્વારા બૉત્સ્વાના ખાતે થયેલી આ જાહેરાતના જીવંત પ્રસારણને પણ રાજ્યના અનેક સ્થળોએ નિહાળવામાં આવ્યું હતું. આજે નવરાત્રી બાદ ફરી એકવાર જાણે કે આખું ગુજરાત હરખભેર ગરબામય બન્યું હતું.”

આ પણ વાંચો : પરિવારના સ્વાસ્થ્ય માટે ઘરમાં આ વાસ્તુ નિયમનું રાખો ધ્યાન

એટલુ જ નહિ સીએમ પટેલે ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું સન્માન પ્રાપ્ત થયું છે ત્યારે આ ગૌરવપૂર્ણ અવસરે અમદાવાદ ખાતે માઁ ભદ્રકાળી મંદિરે દર્શન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ની યાદીમાં દેશના ઉત્સવો, મેળાઓ,પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિ વિરાસતનો સમાવેશ થયો છે.