નાતાલના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narednra Modi)એ દેશમાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેમણે ખ્રિસ્તી

Christmas Day 2023: PM મોદીએ ક્રિસમસ ડેના કાર્યક્રમમાં લીધો ભાગ, કહ્યું ”પવિત્ર બાઇબલમાં સત્યનું સૌથી વધુ મહત્વ”

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Christmas Day 2023: આજે મોટો દિવસ (25મી ડિસેમ્બર) છે. સમગ્ર દેશમાં અને વિશ્વભરમાં ક્રિસમસ ડેનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. નાતાલના (Christmas Day 2023)અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narednra Modi)એ દેશમાં વસતા ખ્રિસ્તી સમુદાય (Christian community)ના લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેમણે ખ્રિસ્તી સમુદાયના સભ્યો સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે પવિત્ર બાઈબલમાં સત્યને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આજે મોટો દિવસ (25મી ડિસેમ્બર) છે. સમગ્ર દેશમાં અને વિશ્વભરમાં ક્રિસમસ ડેનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. નાતાલના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેમણે ખ્રિસ્તી સમુદાયના સભ્યો સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પીએમ મોદીએ ક્રિસમસ ડે ઈવેન્ટમાં (Christmas Day 2023) કહ્યું કે, “આપણે આપણા જીવનમાં ઘણા સમાન મૂલ્યો જોઈએ છીએ જે આપણને એક કરે છે. જેમ પવિત્ર બાઈબલ કહે છે કે ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે, તેનો ઉપયોગ અન્યની સેવા કરવા માટે કરવો જોઈએ. આ ‘સેવા પરમો ધર્મ’ છે.

પવિત્ર બાઇબલમાં સત્યનું સૌથી વધુ મહત્વ છે – પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “પવિત્ર બાઇબલમાં સત્યને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર સત્ય જ આપણને મુક્તિનો માર્ગ બતાવી શકે છે. સંયોગની વાત અમે છે કે, તમામ ધાર્મિક ગ્રંથો પરમ સત્યને જાણવા પર ધ્યાન કેન્દ્રિત છે. તમામ ગ્રંથોનો સમન્વય 21મી સદીના આધુનિક ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ખ્રિસ્તીઓ ગરીબોની, વંચિતોની સેવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે – PM મોદી

વડાપ્રધાન મોદીએ સમાજને દિશા અને સેવાની ભાવનામાં ભૂમિકા ભજવવા બદલ ખ્રિસ્તી સમુદાયની વધુ પ્રશંસા કરી અને કહ્યું કે દેશ આને ગર્વથી સ્વીકારે છે. નાતાલના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખ્રિસ્તીઓ સાથેના તેમના જૂના, ગાઢ અને સૌહાર્દપૂર્ણ સંબંધોને યાદ કર્યા અને કહ્યું કે તેઓ હંમેશા ગરીબો અને વંચિતોની સેવામાં અગ્રેસર રહ્યા છે.

આ પણ વાંચો: JN.1 Variant Cases: દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના કેસ, આ રાજ્યોમાં સૌથી વધુ કેસ

ઈસુ ખ્રિસ્તનો જીવન સંદેશ કરુણાથી ભરેલો છે – PM મોદી

તેમણે કહ્યું કે ખ્રિસ્તી સમુદાય દ્વારા સંચાલિત સંસ્થાઓ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં મોટું યોગદાન આપી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ઇસુ ખ્રિસ્તનો જીવન સંદેશ કરુણા અને સેવા પર કેન્દ્રિત હતો અને તેમણે સર્વસમાવેશક સમાજ માટે કામ કર્યું જ્યાં બધા માટે ન્યાય હોય.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.