રણબીર અને આલિયાએ દેખાડી દીકરી રાહાની પહેલી ઝલક

ખબરી ગુજરાત મનોરંજન

Ranbir-Alia’s daughter : રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ફેન્સને પોતાની લિટલ પ્રિન્સેસ રાહા કપૂરની ઝલક બતાવી છે. ક્રિસમસના ખાસ દિવસે દિકરીના ચહેરાને રિવિલ કરી કપલે ફેન્સને ખાસ ટ્રીટ આપી છે. રાહા (Raha)ની ક્યુટનેસે સૌકોઈને દિવાના કરી મુક્યા હતા.

આ પણ વાંચો : 56ના અરબાજે કર્યા બીજા લગ્ન, 15 વર્ષ નાની શુરા સાથે કર્યા નિકાહ

PIC – Social Media

Raha Kapoor Face Reveal : જે પળની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં હતા તે પળ આવી ગઈ. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લિટર પ્રિન્સેસ રાહા કપૂરની પહેલી ઝલક ફેન્સને બતાવી છે. ક્રિસમસના ખાસ પ્રસંગે દિકરીનો ચહેરો રિવિલ કરી કપલે ફેન્સને ખાસ ટ્રીટ આપી છે. કપૂર ખાનદાનની પૌત્રીને જોઈ ફેન્સ ખુશખુશાલ થઈ ગયા છે. રાહાની ક્યુટનેસે સૌકોઈના દિલ જીતી લીધા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કપૂર ફેમેલિમાં આજે જોર શોરથી ક્રિસમસનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. કપૂર ફેમિલીએ ક્રિસમસ લંચ દરમિયાન રણબીર-આલિયાએ પોતાની દિકરી રાહા સાથે પાપારાજીને પોઝ આપ્યો હતો. કપલે પહેલીવાર પબ્લિક વચ્ચે પોતાની દિકરીનો ચહેરો દુનિયા સામે રિવિલ કર્યો હતો.

રણબીર પોતાની લાડલીને સાથે નજરે પડી રહ્યો છે. રાહાને જોઈને ફેન્સ પણ જાણે મંત્ર મુગ્ધ થઈ ગયા હતા. રાહાની ક્યુટનેસના સૌકોઈ દિવાના થઈ ગયા હતા. તેની એડોરેબલ સ્માઈલ અને નિલી આંખોએ ફેન્સનું દિલ જીતી લીધુ હતુ. ફેન્સ પણ રાહાના વખાણ કરતા થાકતા નથી.

PIC – Social Media

પપ્પા રણબીર સાથે રાહા પાઉડર પિંક અને વ્હાઇટ ફ્રોકમાં નજરે પડી હતી. બે ચોટી વાળેલી રાહા ખૂબ જ ક્યુટ લાગી રહી છે. રાહાની ચોટલીમાં કાર્ટૂન ક્લિપ્સ લાગેલી છે. પિંક અને વ્હાઇટ ફ્રોક સાથે લિટલ રાહા રેડ શૂટ પહેરેલી નજરે પડે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રાહાના ફોટોજ – વિડિયોઝ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. રાહાએ બબલી અને ક્યુટ લુક્સને જોઈ એક ફેને લખ્યું કે, આતો આખે આખી કપૂર ખાનદાન પર ગઈ છે. બીજાએ લખ્યું કે, કેટલી ક્યુટ છે રાહા, કોઈ રાહાને દાદા રૂષિ કપૂરની કોપી ગણાવી રહ્યું છે તો કોઈ તેને પિતા રણબીર કપૂર પર ઉતરી હોય તેવું જણાવી રહ્યા છે.

જણાવી દઈએ, કે આલિયા ભટ્ટે એપ્રિલ 2022માં રણબીર કપૂર સાથે લગ્ન કર્યાં હતા. લગ્ન બાદ કપલના ઘરે 6 નવેમ્બર 2022ના રોજ નાની પરીનો જન્મ થયો હતો. આલિયા અને રણબીરે પોતાની દિકરીનું નામ રાહા કપૂર રાખ્યું છે. આલિયા-રણબીરની દિકરી 1 વર્ષની થઈ ગઈ છે. ગત મહિને કપૂર ખાનદાનમાં ધામધૂમથી રાહાનો પ્રથમ જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને હવે ફાઇનલી રાહાના દીદાર કર્યા પછી ફેન્સની ખુશીનો પાર રહ્યો નથી. તમે પણ કોમેન્ટ કરીને જણાવો કે તમને લિટર રાહા કપૂરને મળીને કેવું લાગ્યું?