2023ના વર્ષ દરમિયાન 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' (International Year of Millets,IYM 2023) તરીકે ઉજવણી કરવામાં આવી છે.

Rajkot: રાજકોટ ખાતે યોજાશે મિલેટ ફૂડ ફેસ્ટીવલ 2023, વિવિધ સ્પર્ધાઓમાં લઈ શકશો ભાગ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: 2023ના વર્ષ દરમિયાન ‘ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ (International Year of Millets,IYM 2023) તરીકે ઉજવણી કરવામાં આવી છે. બદલાતી હવામાન પરસ્થિતિમાં મિલેટથી થતા સ્વાસ્થ્ય સંબંધી લાભો અને તેની ખેતી માટે યોગ્યતા વિશે ખેડૂત વર્ગમાં જાગૃતિ લાવવી અને જાડા ધાન્યને વિશ્વ સ્તરે ભોજનમાં સ્થાન અપાવવવાનો આ ઉજવણીનો આશય છે. જેના ભાગરૂપે 21 ડીસેમ્બરે રીજીયોનલ સાયન્સ સેન્ટર–રાજકોટ ખાતે મિલેટ ફૂડ ફેસ્ટીવલ 2023 (Millet Food Festival 2023) નું આયોજન કરવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મિલેટ ફૂડ ફેસ્ટીવલ 2023ની ઉજવણીના ભાગ રૂપે સવારે 11 થી બપોરે 03 સુધી મિલેટ રંગોળી, નો યોર મિલેટ, ઉપયોગી મિલેટ્સનું પ્રદર્શન, એક્ષપર્ટ ટોક દ્વારા લોકોને શ્રીઅન્નના ઉપયોગો અને ફાયદાઓ વિશે સમજાવવામાં આવશે.

આ પણ વાંચો: Junagadh: ખેડૂત મહિલાઓ માટે બેકરી તાલીમ કાર્યક્રમ રાણપુર ખાતે યોજાયો

આ ઉપરાંત, એક મિલેટ ફૂડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવનાર છે. જેમાં લોકો દ્વારા મિલેટમાંથી તૈયાર કરવામાં આવેલ અવનવી વાનગીઓ રજૂ કરવામાં આવશે. સ્પર્ધાના દિવસે રીજીયોનલ સાયન્સ સેન્ટર–રાજકોટની મુલાકાતે આવનાર લોકો દ્વારા આ વાનગીઓ ટેસ્ટ કરી તે અંગે વોટિંગ કરાવવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સૌથી વધુ વોટ મેળવનાર મિલેટની વાનગીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા અથવા આ કાર્યક્રમ નિહાળવા માટે ગુગલ ફોર્મ: http://bit.ly/RSCReg પર તા. 19/12/2023 સુધીમાં રજીસ્ટ્રેશન અથવા ફક્ત સાયન્સ સેન્ટરની જે તે દિવસની નિયત થયેલ એન્ટ્રી ટીકીટ લેવાની રહેશે. આ સ્પર્ધા અંગેની વિગતવાર જાણકારી માટે સેન્ટરના ફોન નં : 0281-299 2025 પર સંપર્ક સાધી શકશો.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.