સરદાર સ્મૃતિ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામક કચેરી, જૂનાગઢ દ્વારા ભેંસાણ તાલુકાના રાણપુર ખાતે ઓફ કેમ્પસ બેકરી તાલીમનું આયોજન કરવામાં આવ્યુ

Junagadh: ખેડૂત મહિલાઓ માટે બેકરી તાલીમ કાર્યક્રમ રાણપુર ખાતે યોજાયો

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી. ચોવટીયાની પ્રેરણાથી અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવના માર્ગદર્શનથી સરદાર સ્મૃતિ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામક કચેરી, જૂનાગઢ દ્વારા ભેંસાણ તાલુકાના રાણપુર ખાતે ઓફ કેમ્પસ બેકરી તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તેમાં ડો.એસ.જે.દોંગાએ પ્રારંભિક ઉદબોધન કરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં થતી પ્રવૃતિઓ જેવી કે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ઉપરાંત કેન્દ્રીય તાલીમ વિષે બહેનોને માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો: જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની 22 બેંકોના અધિકારીઓની યોજાઈ ત્રિમાસિક બેઠક

ત્યાર બાદ ડો.ડી.એસ. ઠાકર એ બેકરીશાળામાં ચાલતા વિવિધ કોર્ષ વિષે માહિતી આપી બહેનોને માહિતગાર કર્યા હતા. તેમજ નાનાપાયે પોતાની બેકરી બનાવવા જરૂરી માર્ગદર્શન આપી બહેનોને પ્રેરિત કર્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બહેનો સમક્ષ બેકરી વાનગી જેવી કે કપકેક તેમજ નાનખટાઈ બાનવીને શીખવી અને બેકરીને લગતા બહેનોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતુ. આ તાલીમ કાર્યક્રમનું સમાપન ડો. ડી.એસ. ઠાકરએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સરદાર સ્મૃતિ કેન્દ્રના ડો.એમ.કે. જાડેજા અને ડો.એસ.જે. દોંગા તથા સ્ટાફએ જેહમત ઉઠાવી હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.