શહીદ દિન : બે મિનિટનું મૌન, શહીદોને નામ

ખબરી ગુજરાત ગુજરાત

Shaheed Diwas : 30 જાન્યુઆરીને ભારતમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ શહીદો પ્રત્ય ઋણ અદા કરવાનો દિવસ છે. ત્યારે શહીદ દિન નિમિતે સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા અપીલ કવરામાં આવી છે.

આ પણ વાંચો : Business Idea: ઓછા રોકાણે પેકેજિંગ બિઝનેસ કરો શરૂ

Shaheed Diwas : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા વીર શહીદોની સ્મૃતિમાં 30મી જાન્યુઆરી, 2024ને મંગળવારના રોજ શહીદ દિને સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મંગળવાર તા. 30મી જાન્યુઆરી, 2024ના રોજ જે સ્થળે સાયરનની વ્યવસ્થા હોય ત્યાં સવારે 10.59 થી 11.00 કલાક સુધી સાયરન વગાડી બે મિનિટ માટે મૌન પાળવા સૂચના અપાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શક્ય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થયો છે, એમ બતાવવા બરાબર 11.02 થી 11.03 કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે.

ગાંધીનગરમાં પણ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે 11.00 કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓ દ્વારા બહાર પાડવામાં આવશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.

શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી છે.