LICના ગ્રાહકો ધ્યાન રાખજો, મોટા પાયે છેતરપિંડની ઘટના આવી સામે

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

LIC Fraud Waring: LICના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે જો તમે પણ એલઆઈસી પોલીસી લીધી છે તો કંપની દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારની અફવાઓ ફેલવામાં આવી રહી છે. જેને લઈ કંપનીએ ગ્રાહકોને ચેતવ્યા છે.

આ પણ વાંચો – 29 April : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

LIC Fraud Waring: ભારતીય જીવન વિમા નિગમ (LIC)ના વરિષ્ઠ અધિકારીઓના ફોટો, કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર નામ અને પ્રતિક ચિન્હનો ગેરઉપયોગ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મો પર છેતરપિંડીવાળી જાહેરાત આપનાર કેટલાક લોકો અને સંસ્થાઓ સામે લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બ્રાન્ડ નામ અને પ્રતિક ચિન્હોનો દુરુપયોગ

એલઆઈસી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોલીસીધારકો અને લોકોને સાવધાની રાખવા અને એવી દરેક વસ્તુની પ્રામાણિકતાને ચકાસવા જણાવ્યું છે. LICએ સાર્વજનિક નોટિસમાં કહ્યું છે, કે અમારા જાણાવામાં આવ્યું છે કે કેટલાક લોકો અને સંસ્થાઓ અમારી સહમતિ વગર વરિષ્ઠ અધિકારીઓ કે પૂર્વ અધિકારીઓના ફોટો, અમારા બ્રાન્ડનુ નામ અને પ્રતિક ચિન્હનો દુરુપયોગ કરીને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાતો આપવામાં આવી રહી છે. એવામાં ભ્રામક પ્રવૃતિઓને લઈ જનતાને એલર્ટ કરવામાં આવે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

થશે કાયદાકીય કાર્યવાહી

નોટિસમાં જનતાને એલઆઈસીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવી છેતરપિંડી વાળી જાહેરાતની યુઆરએલ લિંકની જાણકારી આપવાની વાત કહી છે. એલઆઈસી એ જણાવ્યું કે અમે મંજૂરી વગર અમારી બ્રાન્ડનો ઉપયોગ કરી છેતરપિંડીની પ્રવૃતિમાં સામેલ લોકો સામે યોગ્ય પગલા લેવામાં આવશે.