અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે બપોરે 2 વાગ્યે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની જાળવણી અને કોર્ટ કમિશનરને મોકલવા અંગેની અરજી પર ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ મયંક જૈનની ખંડપીઠે હિન્દુ પક્ષની અરજી પર

Update on Krishna Janmabhoomi Case: શાહી ઈદગાહ મસ્જિદના સર્વેને અલ્હાબાદ હાઈકોર્ટેની મંજૂરી, સર્વે કમિશનરની કરાશે નિમણૂંક

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Update on Krishna Janmabhoomi Case: અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે બપોરે 2 વાગ્યે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની (Krishna Janmabhoomi Case) જાળવણી અને કોર્ટ કમિશનરને મોકલવા અંગેની અરજી પર ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ મયંક જૈનની ખંડપીઠે હિન્દુ પક્ષની અરજી પર સર્વેને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે બેન્ચ કુલ 18 સિવિલ દાવાઓની સુનાવણી કરી રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં આવેલી શાહી ઈદગાહ મસ્જિદની વિવાદિત જગ્યાના સર્વે અંગે અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે શાહી ઇદગાહ મસ્જિદની વિવાદિત જગ્યા પર સર્વેને મંજૂરી આપી છે.

આ પણ વાંચો: યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સમાં આવી 300 આસિસ્ટન્ટની ભરતી, આ રીતે કરો અરજી

અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે બપોરે 2 વાગ્યે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની જાળવણી અને કોર્ટ કમિશનરને મોકલવા અંગેની અરજી પર ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ મયંક જૈનની ખંડપીઠે હિન્દુ પક્ષની અરજી પર સર્વેને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, બેન્ચ કુલ 18 સિવિલ દાવાઓની સુનાવણી કરી રહી છે.

પ્લેસ ઓફ વર્શીપ એક્ટ હેઠળ દાવોની જાળવણી ક્ષમતા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટ કમિશનરને મોકલવા અંગે મંદિર પક્ષની અરજી પર કોર્ટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને શાહી ઇદગાહ વ્યવસ્થા સમિતિને કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય આપ્યો હતો, જેના પર આજે કોર્ટે પોતાનો ચુકાદો આપી સર્વેને મંજૂરી આપી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

હાઈકોર્ટના આદેશ મુજબ સર્વે કમિશ્નરની નિમણૂક કરવામાં આવશે, જે સમગ્ર સર્વેનું મોનિટરિંગ કરશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.