આશા જીવંત છે, આ પહેલાં 3 વાર લૉ સ્કોરર ટીમ બની છે વર્લ્ડ ચેમ્પિયન

ખબરી ગુજરાત રમતગમત

Jagdish, Khabri Media Gujarat

World Cup Final 2023 : ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરી 240 બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા માટે 241 રનનો ટાર્ગેટ મળ્યો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલા પણ ઓછો સ્કોર કર્યા બાદ ટીમોએ ડિફેન્ડ કર્યું છે.

આ પણ વાંચો : World Cupમાં ભારતની જિત માટે કિન્નરોનું અનોખું તપ, જાણો શું કર્યું?

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતીય ટીમનો ફ્લોપ શો રહ્યો હતો. રોહિત શર્માએ ટીમને સારી શરૂઆત અપાવી પણ અન્ય બેટ્સમેન તેનો ફાયદો ઉઠાવી શક્યા નહિ. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનોમાં ઓલ આઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાની ટીમને ચેજ કરવા માટે 241 રનનો ટાર્ગેટ મળ્યો છે. વર્લ્ડ કપના ઈતિસાહમાં આ પહેલા પણ ઓછા સ્કોરને ટીમો દ્વારા ડિફેન્ડ કરવામાં આવ્યા છે.

1983માં વર્લ્ડ કપ ફાઈનલમાં ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી માત્ર 183 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટઈન્ડિંઝ માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : INDvsAUS Final: સુરક્ષામાં થઈ ચૂક; પેલેસ્ટાઈનનો સમર્થક ઘુસી આવ્યો મેદાનમાં, વિરાટ કોહલીને લગાવ્યો ગળે

1987માં વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ 253 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડ 246 રન જ બનાવી શકી હતી.

1992ના વર્લ્ડ કપ ફાઈનલમાં પાકિસ્તાને 249 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડ માત્ર 227 રન બનાવી શકી હતી.

આમ આ પહેલા 1983, 1987, 1992, 2019 વર્લ્ડ કપના ફાઈનલની મેચ ઘણી લો સ્કોરિંગ રહી હતી. જેમાં 1983, 1987, 1992માં પહેલા બેટિંગ કરનાર ટીમોએ વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો.