લીલી પરિક્રમામાં માનવભક્ષી દીપડાનો આતંક, બાળકીને ફાડી ખાધી

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Junagadh Leopard attack : જુનાગઢ (Junagadh) ખાતે ગિરનાર પર લીલી પરિક્રમા (Lili Parikrama)ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે પરિક્રમા દરમિયાન દીપડાએ હુમલો (Leopard attack) કર્યાની ઘટના સામે આવી છે. બોરદેવી નજીક 11 વર્ષની બાળકી લઘુશંકા કરવા ગઈ હતી, તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈ પરિક્રમાર્થીઓમાં ભય ફેલાય ગયો છે.

આ પણ વાંચો : જાણો, સુરંગમાં ફસાયેલા મજૂરોને કઈ રીતે બહાર કાઢવામાં આવશે?

PIC – Social Media

પરિક્રમા દરમિયાન હિંસક પશુએ હુમલો કર્યાની કદાચ પ્રથમ ઘટના છે. મળતી માહિતી અનુસાર રાજુલાના વિક્ટર ગામેથી લખમણભાઈ સાખટ પોતાના પરિવાર સાથે પરિક્રમા કરવા આવ્યાં હતા. પરિક્રમા દરમિયાન પરિવારે બોરદેવી નજીક બાવરકાટ વિસ્તારમાં પડાવ નાંખ્યો હતો. જ્યાં લખમણભાઈની દીકરી પાયલ ઉંમર વર્ષ 11 વહેલી સવારે 6 વાગ્યે ઝાડી ઝાંખરામાં લઘુશંકા માટે ગઈ હતી. અહીં એક દીપડો લપાઈને બેઠો હોય બાળકીને જોઈ હુમલો કરી દીધો હતો. દીપડો બાળકીને 50 મીટર સુધી જંગલ અંદર ઢસડી ગયો હતો.

આ પણ વાંચો : રોજ દાડમનો રસ પીવાથી થાય છે ચમત્કારી ફાયદા, જુઓ

જ્યારે પરિવારને બાળકીની ભાળ ન મળતા વનવિભાગને જાણ કરી હતી. જેને લઈ વનવિભાગનો સ્ટાફ અને ટ્રેકરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીની જંગલમાં શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન પાયલનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેનું મોઢુ દીપડાએ ફાડી ખાધુ હતુ. સ્ટાફે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે મોલતી દેવામાં આવ્યો છે. દીપડાએ હુમલો કર્યાના સમાચાર સામે આવતા પરિક્રમાર્થીઓમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. બીજી બાજુ માનવભક્ષી દીપડાને પકડવા માટે સાસણથી ટીમને બોલાવી પાંજરા મુકવામાં આવ્યાં છે.