બોલીવુડની આ ફિલ્મની હોલીવુડ બનાવશે રિમેક

ખબરી ગુજરાત મનોરંજન

Drushyam Remake : અજય દેવગણની કલ્ટ ફ્રેન્ચાઇજી દ્રશ્યમ ગ્લોબલી પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે. પેનોરમા સ્ટુડિયોએ બોલીવુડની ફિલ્મને હોલીવુડમાં બનાવા માટે ગલ્ફસ્ટ્રીમ પિક્ચર્સ અને JOAT ફિલ્મ સાથે ડીલ કરી છે.

આ પણ વાંચો – બાંગ્લાદેશના ઢાકામાં ભીષણ આગ, 44 લોકોના મોત

Drushyam Remake : ભારત અને ચીનના બજારોમાં ભારે સફળતા હાંસલ કર્યા પછી, સુપરહિટ ફ્રેન્ચાઇઝી ‘દ્રશ્યમ’ (Drushyam)વૈશ્વિક સ્તરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની કોરિયન રિમેક બાદ નિર્માતાઓએ નવો નિર્ણય લીધો છે. અજય દેવગન (Ajay Devgan)ની ‘દ્રશ્યમ’ની હોલિવૂડ રિમેક (Hollywood Remake) બનવા જઈ રહી છે. બોલિવૂડ અને સાઉથમાં ધૂમ મચાવ્યા બાદ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ ‘દ્રશ્યમ’ હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. હવે ફ્રેન્ચાઇઝી ‘દ્રશ્યમ’ વિદેશી બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરવા જઇ રહી છે. પેનોરમા સ્ટુડિયોએ હોલીવુડમાં ‘દ્રશ્યમ’ બનાવવા માટે ગલ્ફસ્ટ્રીમ પિક્ચર્સ અને JOAT ફિલ્મ્સ સાથે હાથ મિલાવ્યા છે.

‘દ્રશ્યમ’ની હોલિવૂડ રિમેક બનશે

માઈક કર્ઝ અને બિલ બિંડલી દ્વારા સહ-સ્થાપિત ગલ્ફસ્ટ્રીમ પિક્ચર્સે એડમ સેન્ડલર અને ડ્રૂ બેરીમોરને ફરીથી જોડીને રોમેન્ટિક કોમેડી ‘બ્લેન્ડેડ’નું નિર્માણ કર્યું છે. નિર્માતા પેનોરમા સ્ટુડિયોએ સિનેમા પાસેથી ‘દ્રશ્યમ’ના પહેલા અને બીજા ભાગના આંતરરાષ્ટ્રીય રિમેકના રાઇટ્સ મેળવ્યા છે. લોકપ્રિય ફિલ્મ અમેરિકા અને કોરિયામાં રિમેક કરવામાં આવી રહી છે અને આ સિવાય ફિલ્મના સ્પેનિશ વર્ઝન માટે પણ ટૂંક સમયમાં ડીલ સાઈન કરવામાં આવશે

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

દ્રશ્યમ ફિલ્મનો જાદુ યથાવત

શ્રીધર પિલ્લઈએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘ભારત અને ચીનના બજારોમાં મોટી સફળતા હાંસલ કર્યા પછી, દ્રશ્યમ ફ્રેન્ચાઈઝી વૈશ્વિક સ્તરે ધડાકો કરવા માટે તૈયાર છે. પિક્ચર્સ અને જોટ ફિલ્મ્સ હોલીવુડમાં દ્રશ્યમ બનાવશે, જે ભારતીય ફિલ્મ માટે પ્રથમ હશે. તમને જણાવી દઈએ કે કોરિયન અને અંગ્રેજી રીમેક પહેલા મલયાલમ ફિલ્મની રીમેકે હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, સિંહાલી અને ચાઈનીઝ સહિત વિવિધ ભાષાઓમાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દ્રશ્યમ ઘણી ભાષાઓમાં બનાવવામાં આવશે

કુમાર મંગત પાઠકે, પેનોરમા સ્ટુડિયોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, જેમણે ફ્રેન્ચાઇઝીના અધિકારો મેળવ્યા છે, તેણે સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘દ્રશ્યમ’ની હોલીવુડ રિમેક પર અપડેટ શેર કર્યું છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે ‘હોલીવુડ માટે આ વાર્તાને અંગ્રેજીમાં બનાવવા માટે ગલ્ફસ્ટ્રીમ પિક્ચર્સ અને જોટ ફિલ્મ્સ સાથે સહયોગ કરીને અમે ખૂબ જ ખુશ છીએ. કોરિયા અને હોલિવૂડ પછી, અમારું મિશન આગામી ત્રણથી પાંચ વર્ષમાં 10 દેશોમાં દૃષ્ટિમને રિમેક કરવાનું છે.