અમદાવાદ શહેર પોલીસ બેડામાં મોટા ફેરફાર; 10 PI, 56 PSIની બદલી

ખબરી ગુજરાત ગુજરાત

મુજાહિદ તુંવર; અમદાવાદ:

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 10 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 56 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. મનપસંદ જિમ ખાનામાં રેડ પછી દરિયાપુરના PIની પણ બદલી કરવામાં આવી હોવાનું ગણગણાટ સંભળાઇ રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના 3 પીઆઇની પણ બદલી કરવામાં આવી છે. ખોખરા, EOW અને SOGના PIની પણ બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં 10 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર તેમના નામ સામે જણાવેલ પો.સ્ટે./ શાખા ખાતે બદલી કરવામાં આવે છે. અમદાવાદમાં 56 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની પણ વહીવટીકારણોસર બદલી કરવામાં આવી છે. દરિયાપુરના મનપસંદ જીમખાનામાં પોલીસે રેડ કરી હતી.

આ પણ વાંચો-ભારતીય ઇકોનોમીને લઈને મોટી આગાહી; ચાર વર્ષ પછી વિશ્વમાં વાગશે ભારતનો ડંકો

દરિયાપુરના મનપસંદ જીમખાનામાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને 27 જુગારીઓને પકડ્યા હતા. મનપસંદ જીમખાનાનની આડમાં જુગાર અડ્ડો ચલાવનારા ગોવિંદ ઉર્ફે ગામના પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને 180 જેટલા જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. અત્યાર સુધી 10થી વધારે વખત મનપસંદ જીમખાનામાં દરોડા પડી ચુક્યા છે.

આ પણ વાંચો- દિવાળી પહેલા TV9 નો “ઉમળખો”…’બાદશાહ’ પાસેથી ખુરશી છીનવાઈ