બાંગ્લાદેશના ઢાકામાં ભીષણ આગ, 44 લોકોના મોત

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Bangladesh Fire: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે રાતે 9 વાગ્યેને 50 મિનિટે સાત માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. બિલ્ડિંગના પહેલા માળે આવેલી રેસ્ટોરન્ટમાં આગા લાગતા 44 લોકોના મોત થયાનું જાણાવા મળ્યું છે.

આ પણ વાંચો – માર્ચમાં બેંકો 14 દિવસ બંધ રહેશે ફટાફટ પતાવી લ્યો બેન્કના કામ

PIC – Social Media

Bangladesh Fire: સ્વાસ્થ્ય મંત્રી સામંત લાલ સેને રાત્રે 2 વાગે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેણે જણાવ્યું કે ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઢાકા મેડિકલ કોલેજમાં 33 અને શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં 10 લોકોના મોત થયા છે.

બાંગ્લાદેશ (Bangladesh)ની રાજધાની ઢાકા (Dhaka)માં એક ઈમારતમાં આગ લાગી હતી, જેમાં 44 લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ બેઈલી રોડ પર સ્થિત એક બિલ્ડિંગમાં લાગી હતી, જેમાં ઘણી રેસ્ટોરાં છે. ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી છે. તેઓએ સાતમા માળેથી 70 લોકોને બહાર કાઢ્યા, જેમાં 42 લોકો બેભાન હતા. બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી સામંત લાલ સેન, ઢાકા-8 સાંસદ એએફએમ બહાઉદ્દીન નસીમ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ, આરોગ્ય વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થળ પર તૈયાર છે. બચાવ કામગીરી ચાલી રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

75 ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલવામાં આવ્યા

સ્વાસ્થ્ય મંત્રી સેને રાત્રે 2 વાગે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેણે જણાવ્યું કે ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઢાકા મેડિકલ કોલેજમાં 33 અને શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં 10 લોકોના મોત થયા છે. દરમિયાન સેન્ટ્રલ પોલીસ હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત થયું હતું. દરમિયાન આઈજીપી ચૌધરી અબ્દુલ્લા અલ મામુને કહ્યું કે અત્યાર સુધીમાં 75 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક સારવાર બાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રેસ્ટોરન્ટમાં 9.45 વાગ્યે આગ લાગી

બચાવ કામગીરીમાં લાગેલા ફાયર કર્મીઓએ જણાવ્યું હતું કે મોટા ભાગના લોકોના મોત ઈમારત પરથી કૂદવાને કારણે અને સળગી જવાને કારણે થયા હતા. ગૂંગળામણને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે પહેલા માળે આવેલી કચ્છીભાઈ રેસ્ટોરન્ટમાં લગભગ 9.45 વાગ્યે (fire in a restaurant) આગ લાગી હતી, જે ઝડપથી અન્ય રેસ્ટોરન્ટમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગી તે સમય હોટલ માટે સૌથી વ્યસ્ત સમય હતો. આ સમયે હોટલોમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, જેના કારણે વધુ જાનહાનિ થઈ હતી. અધિકારીના જણાવ્યા અનુસાર રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડરના કારણે આગ લાગ્યાનું તારણ છે. આગના ધુમાડાને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને સમયસર બહાર ના નિકળી શકતા પરિસ્થિતિ બગડી હતી.