ગુજરાત સરકારે રાજ્યના સરકારી કમર્ચારીઓ માટે જાહેર કર્યા ચૂંટણી અંગેના નિયમો, વાંચો વિગતવાર

ખબરી ગુજરાત રાજકારણ

ગુજરાત સરકાર દ્વારા સંસદ/રાજય વિધાનસભાની દરેક સામાન્ય ચૂંટણી સમયે, ચૂંટણીને લગતી સરકારી કર્મચારીના વર્તણૂક, વર્તન અને અભિગમને લગતી વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવે છે. સંસદ/રાજય વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીને લક્ષમાં લેતાં, ચૂંટણીને લગતી સરકારી કર્મચારીના વર્તણૂક, વર્તન અને અભિગમને લગતી એકત્રિત સૂચનાઓ બહાર પાડવાની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. આ બાબતે કાળજીપૂર્વકની વિચારણા બાદ ગુજરાત સરકારના સામાન્ય વહીવટીવિભાગે સરકારી કર્મચારીઓની જાણકારી, માર્ગદર્શન અને ઘટતાં પગલાં લેવા માટે નિયમો અને સૂચનો જાહેર કર્યા છે, જે નીચે મુજબ દર્શાવ્યાં છે :