AHMEDABAD / બોપલમાં બિલ્ડરે પોતાના પર હુમલો કરનાર પર કર્યું ફાયરિંગ, નોંધાઈ સામ-સામે ફરિયાદ

ખબરી ગુજરાત મનોરંજન

Ahmedabad News : અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી છે, જેમાં એક  બિલ્ડરે પોતાના પર હુમલો કરનાર શખ્સ પર હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, જો કે  બિલ્ડરે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. 

ઘટના અંગે મળતી માહિતી મુજબ બોપલ વિસ્તારમાં ઉપેન્દ્રસિંહ નામના બિલ્ડર પર ધંધુકાથી આવેલા શખ્સોએ માથાકૂટ કરી હતી. આ આરોપીએ બિલ્ડર પર હુમલો કર્યો હતો અને બિલ્ડરની ઇનોવા ગાડીમાં તોડફોડ કરી હતી. 

સામે બિલ્ડરે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે બંને પક્ષોના આક્ષેપોને લઈને ક્રોસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરી હતી. 

લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. બીજી બાજુ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભાજપે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં માત્ર બે ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

સાતમી યાદીમાં ભાજપે મહારાષ્ટ્રની અમરાવતી (SC) બેઠક પરથી અપક્ષ સાંસદ નવનીત રાણાને ટિકિટ આપી છે, જ્યારે કર્ણાટકની ચિત્રદુર્ગ (SC) બેઠક પરથી ગોવિંદ કરઝોલને મેદાનમાં ઉતાર્યા છે.

કોણ છે નવનીત રાણા?

નવનીત રાણા અમરાવતીથી વર્તમાન અપક્ષ સાંસદ છે. 2019માં શિવસેનાના આનંદરાવ અડસુલને હરાવીને અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. એપ્રિલ 2022માં મુંબઈ પોલીસે નવનીત રાણા વિરુદ્ધ FIR દાખલ કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ ચેતવણી આપ્યા બાદ તેની અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી.

ભાજપે અત્યાર સુધીમાં કુલ 407 ઉમેદવારના નામ જાહેર કર્યા

ભાજપે ત્રીજી યાદીમાં તમિલનાડુના નવ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. પહેલી યાદીમાં 195, બીજી યાદીમાં 72, ત્રીજી યાદીમાં તમિલનાડુના નવ, ચોથી યાદીમાં 15, પાંચમી યાદીમાં 111, જ્યારે છઠ્ઠી યાદીમાં ત્રણ અને બુધવારે સાતમી યાદીમાં બે ઉમેદવારના નામ જાહેર કરાતા ભાજપે અત્યાર સુધીમાં કુલ 407 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.