આપને જણાવી આપીએ કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તેના વાર્ષિક અપરાધ અહેવાલ મુજબ

NCRBના આંકડા આવ્યા સામે દેશમાં આ રાજ્યો છે, UAPA અને રાજદ્રોહના કેસ નોંધવામાં મોખરે

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

NCRB Report: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ની સ્થાપના ટંડન કમિટી, નેશનલ પોલીસ કમિશન (1977-1981) અને ગૃહ મંત્રાલયની ટાસ્ક ફોર્સની ભલામણોના આધારે કરવામાં આવી હતી. જે ગુના અને ગુનેગારો પરની માહિતીના સંગ્રહ અને રખ-રખાવ (Repository)ના રૂપમાં કાર્ય કરવાના હેતુસર 1986માં કરવામાં આવી હતી. જેથી ગુનાને ગુનેગારો સાથે જોડવામાં મદદ મળી શકે.

ભારતમાં રાજદ્રોહ જેવા ગંભીર ગુનાહિત કેસ નોંધવામાં પશ્ચિમ બંગાળ પોલીસ મોખરે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના ડેટા અનુસાર, 25 ટકા રાજદ્રોહના કેસ એકલા પશ્ચિમ બંગાળમાં નોંધાયા છે. આ ઉપરાંત, છેલ્લા એક વર્ષમાં (2022), ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળના 75 ટકાથી વધુ કેસ માત્ર ચાર રાજ્યો – જમ્મુ અને કાશ્મીર, મણિપુર, આસામ અને ઉત્તરપ્રદેશમાં નોંધાયા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

નવીનતમ NCRB ડેટા અનુસાર, 2022માં ભારતભરમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 124A હેઠળ રાજદ્રોહના કુલ 20 કેસ નોંધાયા હતા. આ સિવાય UAPA હેઠળ 1,005 કેસ નોંધાયા હતા.

આપને જણાવી આપીએ કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તેના વાર્ષિક અપરાધ અહેવાલ મુજબ
આપને જણાવી આપીએ કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તેના વાર્ષિક અપરાધ અહેવાલ મુજબ

આપને જણાવી આપીએ કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તેના વાર્ષિક અપરાધ અહેવાલ મુજબ 2020થી રાજદ્રોહના કેસોમાં ઘટાડો થયો છે, જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં UAPA હેઠળ નોંધાયેલા કેસોમાં ઝડપથી વધારો થયો છે.

ડેટા અનુસાર, 2021માં દેશમાં રાજદ્રોહના 76 કેસ નોંધાયા હતા, જ્યારે UAPAના 814 કેસ નોંધાયા હતા. 2020માં રાજદ્રોહના 73 અને UAPAના 796 કેસ નોંધાયા હતા.

2022માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ અને કાશ્મીરમાં (371) સૌથી વધુ UAPA કેસ નોંધાયા હતા. UAPA હેઠળ નોંધાયેલા કેસોમાં જમ્મુ અને કાશ્મીર પછી મણિપુર (167), આસામ (133) અને ઉત્તર પ્રદેશ (101) છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

NCRBના રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ રાજદ્રોહના કેસ નોંધાયા છે (5). આ પછી જમ્મુ-કાશ્મીર, મણિપુર અને ઉત્તરપ્રદેશનું નામ આવે છે. તમામ રાજ્યોમાં 3-3 કેસ નોંધાયા હતા.

NCRB મુજબ, 2020માં ‘રાજ્ય વિરુદ્ધ અપરાધો’ની વ્યાપક શ્રેણી હેઠળ 5,613 કેસ નોંધાયા હતા. 2021માં, કેસ ઘટીને 5,164 થઈ ગયા. એક વર્ષ પછી એટલે કે 2022માં કુલ 5,610 કેસ નોંધાયા હતા.

NCRBના અહેવાલ મુજબ 2022માં કુલ કેસમાંથી 78.5 ટકા (4,403 કેસ) જાહેર સંપત્તિના નુકસાન નિવારણ કાયદા હેઠળ નોંધાયા હતા. આ પછી UAPA આવે છે. આ કડક કાયદા હેઠળ, દેશભરમાં 1,005 (17.9 ટકા) કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: બાંગ્લાદેશી પશુ તસ્કરોનો BSF જવાનો પર પ્રાણઘાતક હુમલો

‘રાજ્ય સામેના અપરાધો’ની વ્યાપક શ્રેણી હેઠળના સૌથી વધુ કેસો ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા (2,231). આ પછી તમિલનાડુ (634), જમ્મુ અને કાશ્મીર (417), આસામ (298) અને કેરળ (297) છે. આ રિપોર્ટ અનુસાર, 2022માં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવા 22 કેસ નોંધાયા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.