બિયારણોની ખરીદીને લઈ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર

ખબરી ગુજરાત ગુજરાત

Agriculture News : જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર સમયે બિયારણોની ખરીદી માટે રાખવાની થતી તકેદારીઓ અંગે જૂનાગઢ નાયબ ખેતી નિયામક દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો – સુરતમાં કુંભાણી વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો, લોકતંત્રનો હત્યારો-ગદ્દાર…

PIC – Social media

બિયારણ ખરીદતી વખતે આટલુ ધ્યાનમાં રાખો

Agriculture News : જે મુજબ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સહકારી સંસ્થાઓ અથવા માન્ય અને સુપરિચિત ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. લેભાગુ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય ન ખરીદવું. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, જાત, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું સહી સાથેનું પાકું બિલ અવશ્ય લેવું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બિયારણની માહિતી તપાસવાનું ચૂકશો નહિ

બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈ પણ સંજોગોમાં મુદત પૂરી થયેલું હોય તેવા બિયારણોની ખરીદી કરવી નહીં. મહત્તમ વેંચાણ કિંમત (છાપેલી કિંમત) કરતા ઊંચા ભાવે કોઈ પણ સંજોગોમાં બિયારણોની ખરીદી કરવી નહીં. કોઈ પણ બિયારણો ખરીદતા સમયે થેલી/પેકેટ પર બિયારણ વિષે છાપવામાં આવેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચી તેમાં દર્શાવેલ જાત અને તેની આનુવંશિક અને ભૌતિક શુદ્ધતાની ટકાવારી વગેરે ખાસ જોઈ લેવા.

છૂટા બિયારણો ક્યારેય ના ખરીદો

કોઈપણ સંજોગોમાં કોઈ પણ પાક કે કોઈપણ જાતના બિયારણો સીલબંધ પેકેટ/ થેલી સિવાય ખુલ્લા કે છૂટા બિયારણોની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના ઉપર ઉત્પાદકનું નામ સરનામું અને બિયારણના ધારા ધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અથવા 5જી જેવા જુદા જુદા નામે વેચાતાં અનઅધિકૃત બિયારણોની કોઈ પણ સંજોગોમાં ખરીદી કરવી નહીં.

ભળતા નામ અને લોભામણી જાહેરાતોથી બચો

કોઈપણ પ્રકારનું હલકી ગુણવત્તાવાળા અને અનઅધીકૃત બિયારણો કે ભળતા નામથી લોભામણી જાહેરાતો અને સસ્તા ભાવોની લાલચ આપતા તત્વોથી ભરમાવું નહીં કે એવી લોભ લાલચમાં આવવું નહીં. બિયારણ વેચાણ સાથે બીજી કોઈ પણ પ્રકારની ખેતી સામગ્રીની ફરજિયાતપણે ખરીદી કરવાનો અનુરોધ/આગ્રહ કે ફરજ પાડતા વિક્રેતા પાસેથી બિયારણોની ખરીદી કરવી નહીં.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બિયારણ ખરીદ્યા બાદ આટલી વસ્તુ સાચવી રાખો

બિયારણોમાં સરકારી સબસીડી ફક્ત ગુજરાત રાજ્ય બીજ નીગમ લી.ના અધિકૃત વિક્રેતા અને ખેતીવાડી ખાતા મારફત જ આપવામાં આવતી હોય પણ કોઈ પણ દ્વારા સબસીડીની લાલચ આપવામાં આવે તો તેમાં ભરમાવું નહીં. વાવણી કર્યા બાદ ખરીદ કરેલ બિયારણ ખાલી પેકેટ/ થેલી તેમજ તેનું બિલ અને થેલી પરની ટેગો વગેરે સાચવીને રાખવા, જેથી વાવણી કર્યા બાદ બિયારણ બાબતે કોઈ ફરિયાદ ઉદભવે તો વેચાણ કરનાર ઉત્પાદક સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં ઉપયોગી રહે.

ફરિયાદ માટે અહીં સંપર્ક કરો

કોઈપણ લેભાગુ તત્વો હલકી ગુણવતા બિયારણ વેચતા હોવાનું જો ધ્યાને આવે અથવા ઉપરોત્ક બાબતોએ જો કોઈ રજૂઆત કે સંશય હોય તો તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારી, એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા મદદનીશ ખેતી નિયામક અથવા નાયબ ખેતી નિયામક જૂનાગઢનો સંપર્ક કરવા જણાવાયું છે.