FasTag વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર

ખબરી ગુજરાત બિઝનેસ રાષ્ટ્રીય

FasTag: ફાસ્ટેગનો ઉપયોગ કરતા લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગ KYC અપડેટની સમય મર્યાદામાં વધારો કર્યો છે.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર

FasTag: ફાસ્ટેગનો ઉપયોગ કરતા લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ ફાસ્ટેગ કેવાઈસી અપડેટ (Fastag KYC Update)ની સમય મર્યાદામાં વધારો કર્યો છે. NHAIએ ફાસ્ટેગ કેવાઈસી અપડેટ કરવા માટે વપરાશકર્તાઓને વધુ એક મહિનાનો સમય આપ્યો છે. જણાવી દઈએ કે KYC કરાવા માટે અંતિમ તારીખ 31 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. જેને લંબાવીને 29 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે. આ પહેલા 15 જાન્યુઆરીએ NHAIએ કહ્યું હતુ કે બેન્ક અધુરા કેવાઈસીવાળા ફાસ્ટેગને 31 જાન્યુઆરી, 2024 સુધીમાં રદ્દ કરી દેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમની કાર્યક્ષમતા વધાર માટે ટોલ પ્લાઝા પર વાહનો વગર અવરોધે પસાર થઈ શકે તે માટે NHAIએ “એક વાહન એક ફાસ્ટેગ” અભિયાન શરૂ કર્યું છે. તેનો હેતુ એકથી વધુ વાહનો માટે એક જ ફાસ્ટેગના ઉપયોગ કરવાનો છે.

ડેડલાઈન લંબાવામાં આવી

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, NHAIએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં KYCની સમયમર્યાદા વધારવાની જાણકારી આપી છે. NHAIએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ફાસ્ટેગ યુઝર્સ! વન વ્હીકલ – વન ફાસ્ટેગ પહેલને અમલમાં મૂકવા અને તમારા ફાસ્ટેગ માટે KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 29 ફેબ્રુઆરી 2024 સુધી લંબાવવામાં આવી રહી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

KYC કેવી રીતે કરાવવું

જો તમે પણ KYC નથી કરાવ્યું તો તમે https//fastag નો ઉપયોગ કરી શકો છો. ihmcl.com/ ની મુલાકાત લઈને, તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને OTP ની મદદથી લોગીન કરી શકો છો. તે પછી, ડેશબોર્ડ મેનૂમાં માય પ્રોફાઇલ વિકલ્પ ખોલો અને માય પ્રોફાઇલ વિકલ્પમાં કેવાયસી સબ-સેક્શન પર જાઓ, જ્યાં આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને ફોટો જેવી જરૂરી માહિતી અપલોડ કરો. આ પછી તેને સબમિટ કરો. આ રીતે તમે KYC પૂર્ણ કરી શકો છો.

આ પણ વાંચો : Budget 2024: જાણો, ક્યાંથી આવ્યો ‘બજેટ’ શબ્દ

એપ દ્વારા પણ KYC કરી શકાય

ડ્રાઇવરે જે કંપનીનું ફાસ્ટેગ લીધુ છે તેની ફાસ્ટેગ વોલેટ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લો. ત્યાર બાદ ફાસ્ટેગમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા લોગઈન કરી માય પ્રોફાઇલમાં જાઓ, જ્યાં KYC પર ક્લિક કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. આ રીતે તમે સરળતાથી KYC પણ કરાવી શકો છો.