BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું કાર અકસ્માતમાં મોત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

BRS MLA Car Accident : BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું કાર અકસ્માતમાં મોત થયું છે. લસ્યા તેલંગાણાની સિકંદરાબાદ કેન્ટ સિટના ધારાસભ્ય હતા. કાર પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો – બનાસકાંઠા : ફૂટ વિભાગનો સપાટો, 53 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું

PIC – Social Media

BRS MLA Car Accident : બીઆરએસ ધારાસભ્ય લસ્યા નંદિતા (BRS MLA Lasya Nanditha)નું કાર અકસ્માતમાં મોત થયું હતું. લાસ્યા તેલંગાણાની સિકંદરાબાદ કેન્ટ સીટના ધારાસભ્ય હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સંગારેડ્ડીના અમીનપુર મંડલના કાર્યક્ષેત્ર હેઠળના સુલતાનપુર આઉટર રિંગ રોડ (ORR) પર BRS ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં મારુતિ સુઝુકી XL6 કારે કાબુ ગુમાવ્યો હતો અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં BRS ધારાસભ્ય લસ્યા નંદિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

5 ટર્મના ધારાસભ્યની પુત્રી હતી

જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં કારનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતની જે તસવીરો સામે આવી છે તે દર્શાવે છે કે લસ્યાની કાર ભંગારમાં ફેરવાઈ ગઈ હતી. ધારાસભ્ય લસ્યા નંદિતા માત્ર 36 વર્ષની હતી. નંદિતા જી. સિકંદરાબાદ કેન્ટ સીટથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સાયાન્નાની દીકરી હતા.

ફેબ્રુઆરી 2023માં પિતાનું અવસાન થયું

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લસ્યા નંદિતાના પિતાનું નિધન થયું હતું. આ પછી, તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીઆરએસે સિકંદરાબાદથી લસ્યા નંદિતાને મેદાનમાં ઉતાર્યા અને તે જીતી ગઈ. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં નંદિતાએ ભાજપના ઉમેદવારને 17 હજાર મતોથી હરાવીને જીત મેળવી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

થોડા દિવસ પહેલા પણ એક અકસ્માત થયો હતો

ચોંકાવનારી વાત એ છે કે આના થોડા દિવસ પહેલા જ BRS ધારાસભ્ય નંદિતાનો અકસ્માત થયો હતો. આ મહિને 13 ફેબ્રુઆરીએ તેમની કારને નરકેટપલ્લીમાં અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં તેણીનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમાં નંદિતાને સામાન્ય ઈજા થઈ હતી. તે 10 દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની જાહેર સભામાં ભાગ લેવા માટે નાલગોંડા જઈ રહી હતી. આ સમય દરમિયાન તેમની કારને નલગોંડા જિલ્લાના નરકેટપલ્લીમાં અકસ્માત નડ્યો હતો, જેમાં તેમના હોમગાર્ડ જી કિશોરનું મૃત્યુ થયું હતું.