લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર

ખબરી ગુજરાત ગુજરાત

Gujarat Police Transfer : લોકસભાની ચૂંટણીઓને લઈ બદલીનો દોર શરૂ થઈ ગયું છે. તેના ભાગરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 551 બિન હથિયાર ધારી PSIની બદલી કરવામાં આવી છે. તેમજ 43 હથિયારધારી પીએસઆઈને બદલીના આદેશ આપવામાં આવ્યાં હોવાના સમાચાર મળી રહ્યાં છે.

આ પણ વાંચો : EDના એક્શન પર INDIAનું રિએક્શન, સરકાર પર કર્યાં જોરદાર પ્રહાર

PIC – Social Media

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની અસર જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહવિભાગ દ્વારા 43 PSI અને 551 બિન હથિયારધારી PSIની બદલીનો ઓર્ડર જાહેર કર્યો છે. હજી આ ઓર્ડર કાઢ્યાની ગણતરીની મિનિટોમાં જ સરકારે એકસાથે રાજ્યમાં 232 બિન હથિયારધારી PIની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે ટૂંક સમયમાં આઈપીએસ અધિકારીઓની બદલી થાય તો તેમાં નવાઇ નહિ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે, કે હજુ ગઈ કાલે જ રાજ્યના સામાન્ય વહીવટી વિભાગમાં બદલી કરવામાં આવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. સામાન્ય વિહીવટમાં કામ કરતા 50 જેટલા અધિકારીની બદલી કરવામાં આવી હતી.