ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા સી.ઈ.ડી. દ્વારા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના સહયોગથી 18થી 35 વર્ષની વયના બહેનો માટે કૌશલ્ય વિકાસની (Skill development training) વિનામુલ્યે તાલીમનું આયોજન કરાશે

Rajkot: બહેનો માટે યોજાશે કૌશલ્ય વિકાસની ફ્રી તાલીમ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા સી.ઈ.ડી. દ્વારા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના સહયોગથી 18થી 35 વર્ષની વયના બહેનો માટે કૌશલ્ય વિકાસની (Skill development training) વિનામુલ્યે તાલીમનું આયોજન કરાશે. જેમાં મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ અને સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝ (SME) ઓફીસર બનવાની તાલીમ આપવામાં આવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ બનવાની તાલીમનો સમયગાળો 60 દિવસ (રોજના 4 કલાક) અને સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝ (SME) ઓફીસર બનવાની તાલીમનો સમયગાળો 40 દિવસના (રોજના 4 કલાક) રહેશે.

તેમજ આ તાલીમ માટે બહેનોએ સ્નાતક હોવું જરૂરી છે. તાલીમનું સ્થળ સી.ઈ.ડી. સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, આજી જી.આઈ.ડી.સી. ટર્બો ગેટ, ટર્બો બેરિંગ પાસે, રાજકોટ ખાતે રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

હાલનો પાસપોર્ટ સાઈઝ ફોટો, આધારકાર્ડની કોપી (બંને બાજુ), સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની કોપી, છેલ્લે પાસ કરેલ ધોરણની માર્કશીટ કોપી, જાતિનો દાખલો (SC/ST હોય તો જ), રાશનકાર્ડ/કુપનની કોપી (બી.પી.એલ. બહેનોને અગ્રીમતા આપવામાં આવશે) વગેરે દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. તેમજ વધુ વિગત માટે ફોન નં 8758466369 પર કોમલબેન મહેતાનો સંપર્ક કરવાનો રહેશે.

આ પણ વાંચો: કામધેનુ યુનિવર્સિટી ખાતે સ્ટાફ ટુર્નામેન્ટ 2023ની કરવામાં આવી ઉજવણી

બંને તાલીમમાં એક બેચમાં માત્ર 30 બહેનો જ લેવાના હોઈ વહેલા તે પહેલાના ધોરણે પોતાનું અરજી ફોર્મ ડોક્યુમેન્ટ્સ સાથે આપેલ સરનામાં પર તાત્કાલિક જમા કરાવવાની રહેશે. આ તાલીમમાં જોડાવવા ઈચ્છુક બહેનોએ લિન્કમાં રજીસ્ટ્રેશન કરી વૉટ્સએપ ગ્રુપ જોઇન કરવું જરૂરી છે.

બંને લિન્કમાં જોડાવું જરૂરી છે:
રજીસ્ટ્રેશન લિંક: https://forms.gle/RnrDVfUq36GMDtn4A અને
વોટ્સ અપ ગ્રુપ લિંક: https://chat.whatsapp.com/HI56DVKtrUSK2H7V54dpo2

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.