Live હત્યા : ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પર છોડી 3 ગોળીઓ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Live Murder Abhishek : મુંબઈના દહિંસર વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે શિવસેના UTBના નેતા અભિષેક ગોસાલકર (Abhishek Gosalkar) પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગ દરમિયાન અભિષેકને 3 ગોળીઓ લાગી હતી. જેનુ સારવાર દરમિયાન મોત થયું છે.

આ પણ વાંચો : CM પટેલે આસ્થા સ્પેશિયલ ટ્રેનને આપી લીલીઝંડી

PIC – Social media

Live Murder Abhishek : મુંબઈમાં શિવસેના UTBના નેતા અભિષેક ગોસાલકર (Abhishek Gosalkar)ની હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં દરમિયાન અભિષેક પર અંધાધૂંધ ફાયરિંગ (Firing) થયું હતુ. જેમાં તેને 3 ગોળીઓ લાગી હતી. હુમલામાં ઘાયલ શિવસેનાના (Shivsena) નેતાને સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું છે. અભિષેક પર હુમલો કરનાર શખ્સે પણ આત્મહત્યા કરી લીધાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે અભિષેક તે જ હુમલાખોર સાથે બેસીને ફેસબુક લાઈવ (Facebook Live) કરી રહ્યા હતા. હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર મુંબઈના દહિંસર વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે શિવસેના UTBના નેતા અભિષેક ગોસાલકર પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. ઘટના સ્થળેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર હુમલામાં અભિષેકને 3 ગોલીઓ લાગી હતી. તેના પર હુમલો કરનાર શખ્શનું નામ મોરિસ ભાઈ (Moris bhai) હોનાનું સામે આવ્યું છે.

ઘટના મુંબઈના એમએચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટી છે. જાણકારી અનુસાર, ગોળીઓનો શિકાર બનનાર ગોસાલકર પૂર્વ નગરસેવક હતા. તે શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાલકરના દીકરા હતા. અંગત અદાવતમાં ફાયરિંગ કરાયું હોવાનું જણાવાઈ રહ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બીજી બાજુ હોસ્પિટલ બહાર શિવસેના ઉદ્ધવ જૂથના કાર્યકર્તાઓ ધસી આવ્યાં છે. તેઓમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળ્યો છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે દોષિતોને સખતમાં સખત સજા કરવામાં આવે. આ ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે.

હુમલાને લઈ શિવસેનાના પ્રવક્તા આનંદ દૂબેએ કહ્યું, કે મહારાષ્ટ્રમાં હાલ અરાજકતાનો માહોલ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સામાન્ય માણસ હોય કે ખાસ કોઈપણ સુરક્ષિત નથી. શું વિપક્ષી લોકોને ટાર્ગેટ બનાવાઈ રહ્યાં છે? મુખ્યમંત્રીથી લઈને આખી એનડીએ સરકાર સંપૂર્ણ રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અસફળ સાબિત થઈ છે. અને આ સરકાર રામ રાજ્ય બનાવવાનો વાયદો કરે છે. આવી સરકારને અમે સંપૂર્ણ રીતે ઉખાડી ફેંકીશું.