શારીરિક કે માનસિક ક્ષતિ ઉત્તરાયણ જેવો આનંદનો ઉત્સવ ઉજવામાં બાધારૂપ ન બની રહે તે માટે શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કેટેગરીના

Rajkot: રાજકોટમાં ઉજવાયો દિવ્યાંગ પતંગ મહોત્સવ – 2024, 1000થી વધુ દિવ્યાંગોએ લીધો ભાગ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: શારીરિક કે માનસિક ક્ષતિ ઉત્તરાયણ જેવો આનંદનો ઉત્સવ ઉજવામાં બાધારૂપ ન બની રહે તે માટે શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કેટેગરીના દિવ્યાંગો માટે તા. 7/1/2024 રવિવારના રોજ બાલ ભવન રેસકોર્ષ ખાતે “દિવ્યાંગ પતંગ મહોત્સવ – 2024″નું (Divyang Kite Festival 2024) આયોજન કરેલ હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

દિવ્યાંગના શુભચિંતક દાતાઓ જેમ કે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર, વિમલ પાનખાણીયા, રાજકોટ નાગરિક બેન્ક, વિપુલ પાનેલીયા, ભરત ગાજીપરા, ઉર્વેશ પટેલ, અશોક ગોસ્વામી જેવા સમાજપ્રહરીઓએ આપેલ આર્થિક અને માનસિક સહયોગ તેમ જ બાલ ભવન દ્વારા આપેલ નિઃશુલ્ક મેદાનના સહયોગથી આ કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે યોજાયેલ હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સવારના 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઉજવાયેલ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અલ્પના ત્રિવેદી (બાલ ભવન), વિમલ પાનખાણીયા, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સભ્યો પૈકી વિમલેશ શાહ, ઋષિત નથવાણી, વિપુલ કોટક, ચિન્મય પટેલ, કુશલ મહેતા, અપૂર્વ મોદી, રવિ ચોટાઇ, રવિ ગણાત્રા, કિલ્લોલ કારીયા ઉપરાંત જયેશ પંડ્યા (મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ) અને વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના પ્રતિનિધિઓના હસ્તે થયેલ હતું.

આ પણ વાંચો: રાજકોટની કંપની કરશે 160 કરોડના MOU, વિશ્વના દેશોને પૂરા પાડશે મશીન્સ પાર્ટસ

આ કાર્યક્રમમાં શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ, વિરાણી બેહર મુંગા શાળા, પ્રયાસ સંસ્થા, સ્નેહ નિર્જર સંસ્થા, એકરંગ સંસ્થા, રામકૃષ્ણ આશ્રમ, નવશક્તિ વિદ્યાલય, પરમાર્થ સંસ્થા, સિતારા ટ્રસ્ટ, સર્વ શિક્ષા અભિયાન, બધિર મંડળ, સક્ષમ, માનસિક ક્ષતિ ધરાવતા વ્યક્તિઓનું સરકારી ગૃહ, હેલ્પિંગ હેન્ડ ગ્રુપ, ડીવાઇન એન્જલ ગ્રુપ, સદ્દગુરુ ટ્રસ્ટ, સહયોગ ટ્રસ્ટ વગેરે સંસ્થાના દિવ્યાંગો તેમ જ ગોંડલ, જેતપુર, મોરબી, ઉપલેટા વગેરે ગામથી આવેલ દિવ્યાંગો સહિતના 1000થી વધુ વિવિધ કેટેગરીના દિવ્યાંગોએ આનંદપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

સંસ્થા દ્વારા અપાયેલી વિવિધ શાળાઓની બસમાં, પોતાના ત્રણ પૈડાંવાળી ગાડીઓમાં કે અન્ય રીતે બાલભાવન પહોંચ્યા અને સવારનો ચા-નાસ્તો લઈને દિવ્યાંગોએ ઉજવણીની શરૂઆત કરી.

ત્યાર બાદ પતંગ, ફીરકી અને ગેસના ફુગ્ગાઓથી બાલ ભવનનું આકાશ છવાઈ ગયું. સંગીતના સથવારે નાચતા કૂદતાં અને કાર્ટૂન કેરેક્ટરો જોડે હસતા રમતા પોતાની શારીરિક અને માનસિક મુશ્કેલીઓ ભૂલી બસ તે સમયના ક્ષણોનો આનંદ લીધો. ચોતરફ બસ હર્ષ, આનંદ અને ઉજવણીનો માહોલ હતો.

આ કાર્યક્રમમાં નરેન્દ્રસિંહ ઠાકુર (પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન), પૂજા પટેલ (ઉપ પ્રમુખ, શહેર ભાજપ), તુષાર ઉદ્દેશી (આર્થિક સેલ, શહેર ભાજપ), પ્રશાંત દવે (આસ્થા મેગેજીન), વી.ડી.બાલા (નવરંગ નેચર કલબ), ભરત કામલિયા (જાણીતા સમાજસેવી) સહિતના રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ મુલાકાત લઈને દિવ્યાંગોનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમના અંતે ચીકી સહિત સૌએ અનુશાસનમાં ક્રમબદ્ધ દાળ, ભાત, મિક્સ શાક સહિતનું સાદા અને શુદ્ધ ગુજરાતી ભોજનનો આનંદ લીધો અને આ વખતે ફરી આ જ પ્રસંગે મળવાના ઉમકળા સાથે વિદાય લીધી.

આ કાર્યક્રમને સફળ બનાવવા ટિમ યુનિકના સભ્યો જેમ કે સંસ્થાના પ્રમુખ શૈલેષ પંડ્યા, જયેશ પંડ્યા, રાકેશ ભટ્ટી, રવિ નડિયાપરા, ચિરાગ ધામેચા, પંકજ દોશી, ઈશ્વર મકવાણા, પ્રભા શિયાળ, અશ્વિન મેર, ચેતના ચાવડા, દિનેશ નકુમ, મયુરી દવે, તેજસ, જીત, રામ બાંભવા, કેવલ, આદિત્ય, ગૌરાંગ, રાજેશ, નીતિન, પૂજા ભરડવા, પૂજા બગડા, શાહરુખ, બલરામ સોનૈયા, મનોજ રાઠોડ, અવિનાશ ગોંડલીયા, હુસેન, લકી, આશિષ મોરિયાણા, ચેતન વૈષ્ણવ, વિજય દેવમુરારી, તેજસ રાઠોડ,શિયાળ ભાવેશ, કમલેશ ટોપિયા, દિલીપ નાગલા, શિયાળ શુભમ ઉપરાંત રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના પ્રેસિડેન્ટ નિલેશ ભોજાણી અને સેક્રેટરી જયદેવ શાહ વિગેરે કાર્યકર્તાઓએ ભરપૂર સહયોગ આપીને જહેમત ઉઠાવી હતી.

ધારાસભ્ય રમેશ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ મેયર પ્રદીપ ડવ, કિશોર રાઠોડ ,(પૂર્વ મહામંત્રી શહેર ભાજપ) સહિતના આગેવાનોની શુભેચ્છાઓએ કાર્યક્રમને વધુ ગરિમા આપી હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.