ગુજરાત બનશે ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ

ખબરી ગુજરાત ગુજરાત બિઝનેસ

Semiconductor Manufacturing : ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિગ હબ બનાવા જઈ રહ્યું છે. ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ, તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP યુનિટની સ્થાપનાની મંજૂરી મળી ગઈ છે. આગામી 100 દિવસમાં પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક શરૂ થશે.

આ પણ વાંચો – સરકારી કર્મચારીઓને બખ્ખા, રાજ્ય સરકારનો મોટો નિર્ણય

PIC – Social Media

Semiconductor Manufacturing : ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિગ હબ બનાવા જઈ રહ્યું છે. ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ (Semiconductor Fabrication Unit), તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP (Semiconductor ATMP Unit) યુનિટની સ્થાપનાની મંજૂરી મળી ગઈ છે. આગામી 100 દિવસમાં પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક શરૂ થશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં બે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગુજરાતમાં બે અને આસામમાં એક સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી

વડાપ્રધાને ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગની ઇકોસિસ્ટમ ડેવલોપ કરવાના હેતુથી ગુજરાતમાં બે અને આસામમાં એક એમ કુલ ત્રણ સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આપી હતી.
તદ્દઅનુસાર ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કીંગ, પેકેજીંગ) યુનિટની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે. આ બંને યુનિટ- પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક આગામી 100 દિવસમાં શરૂ થશે.

91 હજાર કરોડના ખર્ચે પ્લાન્ટની સ્થાપના

ધોલેરામાં કુલ રૂપિયા 91 હજાર કરોડના રોકાણ સાથે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તાઇવાનની કંપની પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ (Semiconductor Manufacturing) કોર્પોરેશન સાથે મળીને પ્લાન્ટની સ્થાપના કરશે. આ પ્લાન્ટ પ્રતિમાસ 50 હજાર સેમીકંડકટર વેફરનું ઉત્પાદન કરશે.

ઈલેક્ટ્રીક વ્હીકલ, ટેલિકોમ, ડિફેન્સ, ઓટોમોટીવ અને પાવર મેનેજમેન્ટમાં આ પ્રકારની સેમિકન્ડક્ટર ચીપનો ઉપયોગ થાય છે. સાણંદ (Sanand)માં સી.જી. પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન-જાપાન અને સ્ટાર્સ માઈક્રો ઇલેક્ટ્રોનિક્સ- થાઈલેન્ડના સંયુક્ત ઉપક્રમે રૂપિયા 7600 કરોડના રોકાણથી સેમિકન્ડક્ટર એ.ટી.એમ.પી. પ્લાન્ટ શરૂ થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social media

સેમિકન્ડક્ટર પોલિસી લાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય

ઉલ્લેખનીય છે કે સાણંદમાં સેમિકોન (Semicone) કંપનીનો સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ નિર્માણાધિન છે ત્યારે આ બીજા પ્લાન્ટની મંજૂરી મળતા હવે સાણંદમાં કુલ બે સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ કાર્યરત થશે. જુલાઇ-2023માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકોન કંપનીના ATMP પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પણ વાંચો – બોલીવુડની આ ફિલ્મની હોલીવુડ બનાવશે રિમેક

ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27ના પરિણામે ગુજરાતમાં કુલ ત્રણ સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના થવા જઈ રહી છે. સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જુલાઇ -2022માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024, “ગેટવેટ ટુ ધી ફ્યુચર” સેમિકન્ડક્ટર જેવા ભવિષ્યના ઉભરતા ક્ષેત્રો પર ફોકસ સાથે યોજાઇ હતી, આ સમિટમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ વિષય પર સ્પેસિફિક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગત વર્ષ જુલાઈમાં સેમિકોન ઇન્ડિયા પ્રદર્શન પણ ગુજરાતના આંગણે યોજાયું હતું.