Dahod : પિકઅપ વાહને અડફેટે લેતા, પરિવારના 3 લોકોના મોત

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Dahod : દાહોદમાં બુધવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાઇક લઈને જતા પરિવારને પિકઅપ વાહને અડફેટે લેતા પતિ-પત્ની અને પુત્રનું મોત થયું છે. જ્યારે એક પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો : Anand : કારે એક્ટિવાને મારી જોરદાર ટક્કર, હવામાં ફંગોળાયો પરિવાર

નોંધનીય છે, દિવાળીના દિવસો નજીક છે, ત્યારે અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, દાહોદના ગરબાડા તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેસાવાડા નજીક પરિવાર બુધવારે રાત્રે બાઈક પર જઈ રહ્યો હતો. તે દરમિયાન કાળિયા ડુંગરી વળાંક નજીક પિકઅપ વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી, કે બાઈક પર સવાર પરિવાર હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો. અકસ્માતને પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્ર એમ એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા. જ્યારે પુત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

આમ, આ ગંભીર અકસ્માતમાં પરિવારનો માળો વિખાય ગયો હતો. એક જ પરિવારના 3 લોકોના મોત થતા પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાય ગયો છે. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. તેમજ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : ટૉપ ટીમ હોય કે ખેલાડી, ICC Rankingમાં ભારતનું એકચક્રીય શાસન

ઉલ્લેખનીય છે, થોડા દિવસો પહેલા આણંદ જિલ્લામાં આવો જ એક અકસ્માત સર્જાયો હતો. આણંદના બોરસદમાં એક્ટિવા પર સવાર દંપતિ અને બે પુત્રીઓને રોંગ સાઇડમાંથી આવતી કારે અડફેટે લીધા હતા. જેમાં પિતા અને પુત્રીનું મોત થયું હતુ. આ ભીષણ અકસ્માત કંપાવી મુકતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતા.