Anand : કારે એક્ટિવાને મારી જોરદાર ટક્કર, હવામાં ફંગોળાયો પરિવાર

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Anand News : આણંદના બોરસદમાં ભીષણ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બોરસદના સરણાકુઈ ગામ પાસે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. સરણાઈકુઈ ગામ પાસે એક દમ્પતિ પરિવાર સાથે એક્ટિવા પર જઈ રહ્યું હતુ તે દરમિયાન કાર ચાલકે જોરદાર ટક્કર મારતા પિતા પુત્રીનું મોત થયું છે. રૂંવાડા ઊભા કરી દેતા આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીવીટીમાં કેદ થઈ જવા પામી હતી.

આ પણ વાંચો : Rajasthan Accident : રેલવે ટ્રેક પર બસ ખાબકા 4 લોકોના મોત

ફૂટબોલની જેમ ફંગાળાયો પરિવાર

મળતી માહિતી મુજબ, બોરસદના સરણાઈકુઈ પાસે પુરપાટ ઝડપે જતી કારે મોપેડ પર જતા પરિવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી, કે મોપેડ પર સવાર પરિવારના ચાર સભ્યો ફૂટબોલની માફક હવામાં ફંગોળાયા હતા. કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગોઝારા અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતુ જ્યારે એક દીકરીનું સારવાર દરમિયાન મોત થયું હતુ. જ્યારે પત્ની અને એક બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

આ પણ વાંચો : મહિલા સૈન્ય કર્મચારીઓને મળશે સમાન માતૃત્વ અવકાશ, રક્ષા મંત્રાલયે આપી મંજૂરી

સ્થાનિકોના જણાવ્યાં અનુસાર, અકસ્માત બાદ કાર ખેતરમાં ઉતરી ગઈ હતી, જેથી કાર ચાલક ખેતરમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં બોરસદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.