ISISના આતંકવાદીનો મોટો ખુલાસો, ગુજરાતના બે શહેરો હતા ટાર્ગેટ પર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Ahmedabad : આતંકી સંગઠન ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા)ના મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ધરપકડ કરાયેલા આઈએસઆઈએસના આતંકવાદીએ કબુલ કર્યું છે કે, આ કાવતરું દેશના બે મોટા શહેરોમાં મોટા આતંકવાદી વિસ્ફોટને અંજામ આપવાનું હતું. ISISના ટાર્ગેટ પર ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર હતા. આ લોકોને અમદાવાદ અને ગાંધીનગરમાં મોટા બોમ્બ વિસ્ફોટ કરવાનું આયોજન હતુ. ઉપરાંત આતંકીઓ મુંબઈમાં નરીમન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર મોટા આતંકી હુમલા કરવાની પણ યોજના બનાવી રહ્યા હતા.

આ પણ વાંચો : ડીપફેક બાદ હવે ClearFakeનો તરખાટ, નિષ્ણાંતોએ આપી ચેતવણી

PIC – Social Media

એટલુ જ નહિ તેઓ ભારતના અન્ય કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકોની રેકી કરી રહ્યાં હતા અને મહત્વપૂર્ણ સૈન્ય મથકો તેઓના ટાર્ગેટ પર હતા. આતંકવાદીએ ખુલાસો કર્યો કે, રેકી કરાયેલી જગ્યાઓની તસવીરોને પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવતી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ સુરક્ષા એજન્સીઓના રડાર પર છે.

કોણ છે આ આતંકી?

ધરકપકડ કરાયેલા આતંકવાદીનું નામ શાહનવાઝ આલમ છે. તેની ઉંમર 31 વર્ષ છે અને હજારી બાગનો રહેવાસી છે. તે એનઆઈટી નાગપુરમાંથી બીટેગની ડિગ્રી મેળવી ફ્રિલાન્ચ જોબ કરતો હતો. તે ભારતમાં ISIS ઓપરેટિવ હતો.

પત્ની પણ આતંકી પ્રવૃતિમાં હતી સામેલ

શાહનવાઝ આલમના એ પણ કબુલ કર્યું કે, તેની પત્ની હિંદુ અને તેણે લગ્ન કરી પોતાની પત્નીને મુસ્લિમ બનાવી હતી. બંનેની મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થઈ હતી અને તેની પત્ની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ હતી. શાહનવાઝે જણાવ્યું કે, પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7-8 ગુનાઓને અંજામ આપ્યો અને ત્યાર બાદ તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો.

આ પણ વાંચો : બહારનું જમતા પહેલા સાવધાન, હવે સૂપમાંથી નીકળ્યો વંદો

આતંકવાદી શાહનવાઝ અવલાકીના સંપર્કમાં આવ્યો હતો. તે અલ કાયદાનો મુખ્ય આતંકવાદી હતો. અનવર અવલાકીથી પ્રભાવિત થઈને શાહનવાઝને આતંકવાદી બનવાનું ઝનૂન થઈ ગયું હતું. અને ઓનલાઈન સાઈટ પર કટ્ટરપંથી મુસ્લિમો અને ISIS હેન્ડલર્સના જૂથોમાં જોડાયો.