રાજકોટ જીલ્લામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી કોફી વિથ ડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટ્રેશન

Rajkot: કોફી વિથ ડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટ્રેશન કાર્યક્રમ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ લઈ શકશે ભાગ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: કેન્દ્ર સરકારની બેટી બચાવો,બેટી પઢાવો યોજના અંતર્ગત રાજકોટ જીલ્લામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન અને પ્રેરણા મળી રહે તે હેતુથી કોફી વિથ ડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન તા. 22/01/2024ને સોમવારે સાંજે 04.00 કલાકે, હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના IAS,IPS, GAS, GSS કેડરના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહીને દીકરીઓને માર્ગદર્શન પુરૂ પાડશે.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લાના 500થી વધુ પરિવારોને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ

કોફી વિથ ડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટ્રેશન કાર્યક્રમમાં ભાગ લેવા માટે આ લીંક https://forms.gle/F5dT8fS83x9Hz2t56 પર ક્લીક કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ ફોર્મ ભરનાર પ્રથમ 250 દીકરીઓને જ આ કાર્યક્રમમાં બોલાવવામાં આવશે. જેથી વહેલી તકે નોંધણી કરાવી લેવાની રહેશે. તેમજ સહભાગીની પસંદગીનો આખરી નિર્ણય મહિલા અને બાળ અધિકારીની કચેરીનો રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કાર્યક્રમમાં આવનાર દીકરીઓને અધિકારીઓ સાથે સીધી પ્રશ્નોતરી કરવાનો મોકો મળશે. જેથી પોતાને મુંજવતા પ્રશ્નોનું લીસ્ટ તૈયાર કરવાનું રહેશે.આ કાર્યક્રમ અંગે કંઈપણ પ્રશ્ન હોય તો જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં 0281-2448592 પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે, તેમ મહિલા અને બાળ અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.