પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સુવર્ણ સ્વપ્નને સાકાર કરવા હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ પહોંચી ઘર આંગણે લોકોને વિવિધ

Rajkot: રાજકોટ જિલ્લાના 500થી વધુ પરિવારોને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સુવર્ણ સ્વપ્નને સાકાર કરવા હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ પહોંચી ઘર આંગણે લોકોને વિવિધ યોજનાઓના લાભ આપી રહી છે, ત્યારે પ્રધાનમંત્રીના સ્વપ્ન સમા વિકસિત ભારતમાં વિકસિત ગ્રામ કેવું હોય, તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા રાજકોટ જિલ્લાના વડાળી ગામનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે.

આ પણ વાંચો: દુનિયાના સૌથી ધનિક પરિવાર પાસે છે આટલી સંપત્તિ, જાણો આ પરિવાર વિશે

ગામના મુખ્ય રસ્તા પરથી પસાર થતાં જ બંને તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવેલ પરિવારોના સુંદર પાકા મકાનો કોઈને પણ જોતા જ ગમી જાય તેવા છે. 2300થી વધુની વસ્તી ધરાવતા આ ગામના અંદાજે 287 જેટલા પરિવારોના 1500થી વધુ લોકોને સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપ્યો છે.

આ યોજના અંતર્ગત પોતાને મળેલ લાભ અંગે ગામના સામાજિક કાર્યકર ચંદુભાઈ મુછડીયા કહે છે કે, અમારા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અનેક પરિવારોએ લાભ લીધો છે. 287 જેટલા પરિવારોએ ફોર્મ ભર્યા હતા,જેમાંથી 250 જેટલા મકાનોના કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે જ્યારે અન્યનું કામ પ્રગતિમાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મારા પિતા ગોરધનભાઈ મુછડીયાને વર્ષો પહેલા સરકારની જ ઘરથાળની જમીન માટેની યોજનાનો લાભ મળ્યો હતો. જે યોજના હેઠળ અમને પ્લોટ મળ્યો તેમાં અમે કાચું મકાન બાંધી રહેતા હતા, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમને ત્રણ લાખ જેટલી સહાય મળી જેના થકી અમે આ પ્લોટ પર પાકુ બાંધકામ કર્યું. સરકારના નીતિ નિયમો મુજબ ભૂકંપ પ્રતિરોધક કોલમ-બીમ સહિતનું આ પાકું મકાન અમે બનાવ્યું છે.

જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાય અમને મળી છે. આ યોજનાના લાભ થકી અમને ઘરનું ઘર મળ્યું છે જે માટે અમે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના આભારી છીએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે 100 ચો.મી. ઘરથાળના પ્લોટથી લઇ બાંધકામ માટે પણ સંપૂર્ણ સહાય આપી એક પણ વ્યક્તિ પોતાના ઘર વિના ન રહે, છેવાડાના માનવી સુધી પણ યોજનાનો લાભ મળે તે માટે રાજકોટ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ યોજના અંતર્ગત લાભાર્થીને મકાનના પાયાના બાંધકામ બાદ સહાયનો પ્રથમ હપ્તો, મકાનમાં સ્લેબ ભર્યા બાદ બીજો હપ્તો અને સંપૂર્ણ મકાન તૈયાર થતા સહાયનો ત્રીજો અને આખરી હપ્તો તેના ખાતામાં જ ડી.બી.ટી. મારફતે જમા કરવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં વર્ષ 2022-23માં 518 આવાસ મંજુર કરવામાં આવ્યા છે, તે પૈકી 518 લાભાર્થીઓને સરકાર દ્વારા પ્રથમ હપ્તો, 414 લાભાર્થીઓને બીજો હપ્તો અને 325 લાભાર્થીઓના આવાસ પુર્ણ થતાં ત્રીજો હપ્તાની સહાય ખાતામાં જમા કરવામાં આવી છે.

વડાળી ગામમાં બાળકોના શિક્ષણ માટે અતિ આધુનિક મોડેલ સ્કૂલ પણ ઉપલબ્ધ છે, સાથે જ સરકારની હર ઘર જલ, નલ સે જલની યોજના અંતર્ગત ઘરે-ઘરે નળ કનેક્શન પણ આપવામાં આવ્યા છે.

પાકા રસ્તા, સુવિધા સંપન્ન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ઘરે ઘરે ઉજજ્વલા યોજના થકી ગેસના ચૂલા, વીજળીની સુવિધા સાથે આ ગામ એ વિકસિત ભારતના વિકસિત ગ્રામની સંકલ્પના સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.