AUS Open 2024: રોહન બોપન્નાએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો આ રેકોર્ડ

ખબરી ગુજરાત રમતગમત

AUS Open 2024: રોહન બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મેન્સ ડબલ્સનો ખિતાબ જિત્યો છે. ફાઇનલ મુકાબલામાં રોહન – એબ્ડેને ઇટલીના સિમોન બોલેલી અને વોવસોરીને હરાવ્યા હતા. બોપન્ના ગ્રાન્ડ સ્લેમ જિતનાર સૌથી વધુ વય ધરાવતા પુરુષ ખેલાડી બની ગયા છે.

આ પણ વાંચો : 28 January : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

AUS Open 2024: ઓસ્ટ્રેલિયન ઓપન 2024 તરફથી ભારતીય ટેનિસ (Tennis) ફેન્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યાં છે. દિગ્ગજ ભારતીય ખેલાડી રોહન બોપન્નાએ (Rohan Bopanna) પોતાના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યૂ એબ્ડેન સાથે મળીને પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. 27 જાન્યુઆરીએ (શનિવાર) મેલબોર્ન પાર્કમાં રમાયેલા આ મુકાબલામાં સેકન્ડ સીડ રોહન-એબ્ડનની જોડીએ ઇટલીના સિમોન બોલેલી અને આંદ્રે વાવસોરીને 7-6 (0), 7-5 હરાવ્યાં હતા.

આ ખેલાડીનો તોડ્યો રેકોર્ડ

43 વર્ષિય રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ (ઓપન એરા) જીતનાર મોટી વયના પુરુષ ખેલાડી બની ગયા છે. પહેલા આ રેકોર્ડ નેધરલેન્ડના જીન જુલિયન રોજરના નામે હતો. જેણે 40 વર્ષ અને નવ મહિનાની ઉંમરમાં માર્સેલો અરેવોલા સાથે મળીને 2022ના ફ્રેન્ચ ઓપનમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જિત્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ફાઇનલ મેચમાં ઇટાલિયન ખેલાડીઓએ બોપન્ના-એબ્ડેનને જોરદાર ટક્કર આપી હતી. પહેલો સેટ ટાઇ-બ્રેકર સુધી ખેંચાયો હતો. ટાઇબ્રેકરમાં બોપન્ના-એબ્ડેને મળીને એકપણ ગેમ ગુમાવ્યા વગર પહેલો સેટ જીતી લીધો. બીજો સેટ પણ રોમાંચક રહ્યો. જો કે તે સેટના 11મી ગેમમાં ઇટાલિયન ખેલાડીઓની સર્વિસ બ્રેક થઈ ગઈ. અને સંપૂર્ણ મેચ બોપન્ના એબ્ડેનના પક્ષે નમી ગયો હતો. ફાઇલન મેચ 1 કલાક અને 39 મિનિટ સુધી ચાલ્યો. પીએમ નેરન્દ્ર મોદીએ પણ રોહન બોપન્નાને આ ઐતિહાસિક જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.

આમ જોઈએ તો, રોહન બોપન્નાનો આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ખિતાબ છે. આ પહેલા મેન્સ ડબલ્સમાં બોપન્નાનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2010 અને 2023માં રહ્યું હતુ. ત્યારે તેઓએ યુએસ ઓપનના ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તે સિવાય બોપન્ના ફ્રેન્ચ ઓપન (2022) અને વિમ્બલડન (2013, 2015, 2023)માં સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ફ્રેન્ચ ઓપન પણ જીતી ચૂક્યા છે રોહન

રોહન બોપન્ના મિક્સ્ડ ડબલ્સ અંતર્ગત 2017માં ફ્રેન્ચ ઓપન (French Open 2017 Doubles Winner)નો ખિતાબ જીત ચૂક્યા છે. ત્યારે બોપન્નાએ ગેબ્રિએલા ડાબ્રોવ્સ્કી સાથે મળીને અન્ના-લેના ગ્રોનફેલ્ડ અને રોબર્ટ ફરાહને 2-6, 6-2, (12-10)થી હરાવ્યા હતા. બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનના લાસ્ટ સુધી નંબર 1ની પોઝિશન જાળવી રાખી હતી. જ્યારે બોપન્નાના સૌથી સફળ પાર્ટનર્સમાંથી એક મેથ્યૂ એબ્ડેનનું મેન્સ ડબલ્સ રેન્કિંગમાં 2 નંબરનુ સ્થાન નક્કી થઈ ગયુ છે.